સોનાના ચેન જોવાનું બહાનું કરી આવેલા ઠગબાજોએ વેપારીની નજર ચુકવી આખુંય બોક્સ ઉપાડી ગયા

હરિશ પવાર
ભાવનગર શહેરની મધ્યમાં આવેલ વોરા બજારમાં સ્થિત શ્યામ જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં બે શખ્સો આવી સોનાના ચેઈન બતાવવાનું કહી બંને ગઠીયા સોનાનો ચેઇન જોવા લાગ્યા હતા દરમિયાનમાં વેપારીની નજર ચૂકવી સોનાના ચેનનું બોક્સ ઉઠાવી બંને ગઠીયાઓ મોટરસાયકલ ઉપર ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો સ્થળ પર દોડી જાય આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરની મધ્યમાં આવેલ શ્યામ જ્વેલર્સ નામની દુકાનમાં સવારના સમયે બે ગઠિયાઓ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા અને સોનાના ચેન બતાવો તેમ કહી સોનાના ચેન જોઈ રહ્યા હતા દરમિયાનમાં શ્યામ જ્વેલર્સ માલિકની નજર ચૂકવી બંને ગઠિયાઓ સોનાના ચેન ભરેલું આખુંયએ બોક્સ ઉઠાવીને મોટર સાયકલ લઇ નાસી છૂટ્યા હતા આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી