મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાજલી અર્પણ : ભારત વિલીનીકરણમાં નેક નામદાર કૃષ્ણકુમારસિંહજી મહારાજે પોતાના રજવાડાઓ દેશને સોંપ્યા હતા

બ્રિજેશ ગોસ્વામી
વર્ષ ૧૯૪૮ ના રોજ તારીખ ૧૫ જાન્યુઆરી ના રોજ ભાવનગર ના નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી સાહેબ દવારા અખંડ ભારત ના નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલ ને સોંથી પહેલું ભાવનગર સ્ટેંટ સોંપી પોતાના રજવાડા ના ૧૮૦૦ પાદર સોંપી ત્યાગ કરેલ તેની યાદ માં ભાવનગર કોંગ્રેસ દ્વારા ત્યાગ દિવસ ની ઉજવણી કરી મહારાજા સાહેબની પ્રતીમાં ને પુષ્પજલી અર્પણ કરેલ.

આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ ના પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી. ઉપપ્રમુખ રાજપાલસિહં જાડેજા મહામંત્રી મહેબૂબ બલોચ યુવક કોંગ્રેસ ના પ્રમુખ સંદીપસિંહ ગોહિલ વિધાનસભા ના પ્રમુખ અલી લાખાણી સેનેટ મેમ્બર શિવાભાઈ ડાભી હાજર રહેલ કાર્યક્રમનું સંચાલન મહેન્દસિંહ ગોહિલ દ્વારા કરાયું હતું.