નેગેટીવ આવેલ બન્ને સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ, આવેલ પરિણામમાં 15 સેમ્પલ પાસ અને રેડ ચીલી સોસ થતા સિહોર એવન સ્ટોરનું સિદ્ધાંત પાર્સલ ચુનાનું સેમ્પલ ફેઇલ

હરિશ પવાર
જિલ્લા ફુડ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાના વિવિધ એકમોમાંથી કુલ ૫૪ ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાયા હતા અને ટેસ્ટીંગ માટે મોકલાયા હતાં. જ્યારે ગત માસમાં આવેલ રિપોર્ટમાં ૧૫ પાસ થયા જ્યારે બે સબ સ્ટાન્ડર્ડ થયા હતા જેમાં એક ચીલી સોસ અને બીજુ સેમ્પલ સિદ્ધાંત પાર્સલ ચુનાનો સમાવેશ થાય છે.આ અંગે મળતી માહિતી મુજબ જિલ્લા ફુડ વિભાગ દ્વારા ગત માસમાં જિલ્લાના વિવિધ તાલુકા મથકો પરથી દુધના ૮, ઘીના ૧, તેલના ૩, અથાણાનો ૧, અનાજ કઠોળના ૧૦, મિઠાઇના ૧૫, ખાંડનો ૧, મરી-મસાલા ૧, ફરસાણના ૬, તૈયાર ખાખરા ૨, દ્રાક્ષ ૧, ગુલકંદ ૨ અને મીઠાનો ૧ એમ કુલ મળી ૫૪ નમુના લેવાયા હતાં.

જે તમામને લેબ ટેસ્ટીંગ માટે મોકલી દેવાયા છે. જ્યારે આવેલ રિપોર્ટમાં કુલ ૧૭ રિપોર્ટમાંથી ૧૫ પાસ હતા જ્યારે બે ફેઇલ હોવાનું જણાયું હતું. જેમાં ગારિયાધારના અશરફી ફુડ સેન્ટર પરથી અગાઉ લેવાયેલ રેડ ચીલી સોસ જે ધુ્રજ ઇરફાનભાઇ આદમભાઇ મેઇન બજારમાંથી લેવાયો હતો. જેના ઉત્પાદક એલ.એલ. એગ્રો ભાત અમદાવાદની પેઢી હોવાનું જણાયું છે જે સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ થવા પામ્યું છે તો બીજુ સેમ્પલ સિદ્ધાંત લાઇમ પ્રા.લી. સુરતનું ઉત્પાદન અને સિહોરના એ-વન સ્ટોરમાં હરીશ સતારભાઇ સોલંકીને ત્યાંથી લીધેલ સિદ્ધાંત પાર્સલ ચુનાનું સેમ્પલ લેબ ટેસ્ટીંગમાં ફુડ કલર નેગેટીવના બદલે પોઝીટીવ આવતા તે પણ સબ સ્ટાન્ડર્ડ થવા પામ્યું હોવાનું જણાયું છે. આમ કુલ બે કેસમાં સબ સ્ટાન્ડર્ડ આવેલ છે