ચાર ટિમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહી છે, પ્રથમ મેચ ગુજરાત-દાદરા નગર હવેલી વચ્ચે યોજાય હતી, ટુર્નામેન્ટના પ્રારંભે આમંત્રીતોની ખાસ ઉપસ્થિતિ.

કેતન સોની
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં નવનિર્મિત ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે આજથી સંતોષ ફૂટબોલ ટ્રોફી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં ૭૫ મી અને ભાવનગરમાં સૌ પ્રથમવાર યોજાય રહેલી આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં હાલ ચાર ટિમો ભાગ લઈ રહી છે.તા. 24 થી 28 નવેમ્બર ચાલનારી આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ આજે ગુજરાત અને દાદરા નગર હવેલી ની ટીમ વચ્ચે રમાઇ હતી.

જે ૧-૧ ના સ્કોર સાથે ડ્રો થઈ હતી, જ્યારે બીજી મેચ ગોવા અને દીવ દમણ વચ્ચેનો પ્રારંભ થયો છે.ક્રિકેટમાં રણજી ટ્રોફીની જેમ જ ફૂટબોલમાં સંતોષ ટ્રોફીની ગણના કરવામાં આવે છે ત્યારે આજે ભાવનગર ડીસ્ટ્રીકટ ફૂટબોલ એશોસીએશન દ્વારા ૭૫ મી સંતોષ ટ્રોફીનો પ્રારંભ ભાવનગર યુનિવર્સિટી ખાતે નવનિર્મિત ફૂટબોલ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યો હતો.

આ તકે ખાસ આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.આ ટુર્નામેન્ટ માં કુલ ચાર ટિમો ભાગ લઇ રહી છે જેમાં ગુજરાત, દાદરા નગર હવેલી, ગોવા અને દીવ દમણ નો સમાવેશ થાય છે .આજે સવારે આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત અને દાદરા નગર હવેલી ની ટીમ વચ્ચે રમાઇ હતી જેમાં બંને ટીમો એ રમત ના અંતે ૧-૧ ગોલ ફટકાર્યા હતા જેના કારણે પ્રથમ મેચ ડ્રો થઈ હતી.

જ્યારે બપોર બાદ ગોવા અને દીવ દમણની ટીમો વચ્ચે બીજી મેચ ની શરૂઆત થઈ હતી. સંતોષ ટ્રોફી માં પૂરી ટુર્નામેન્ટ ના અંતે બે ટીમોની પસંદગી થશે જે ફાઇનલમાં રમશે. ભાવનગર ખાતે પ્રથમવાર નામાંકીત સંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાતા ભાજપ શહેર પ્રમુખ રાજીવ પંડ્યા, શેઠ બ્રધર્સના ગૌરવ શેઠ, સિલ્વર બેલ્સ શાળાના અમરજ્યોતિ મેડમ સહિતના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં ફૂટબોલ પ્રેમીઓ મેચ નિહાળવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.