પડતર માંગો અને પ્રશ્નોને લઈ ફરી આંદોલનના મૂડમાં ડોક્ટરો, અગાઉ સરકારે સ્વીકારેલ માંગો નું કોઈ અમલીકરણ ન કરતા ડોક્ટરો હવે રાજીનામા આપવાની તૈયારીમાં, 9 જેટલી માંગો અને પ્રશ્નો બાબતે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું.

કેતન સોની
ભાવનગર ખાતે આજે સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા ડોક્ટરો દ્વારા આજે તેમની પડતર માંગો અને પ્રશ્નનોનું અગાઉ ના સમયમાં આપવામા આવેલી ખાતરી બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા આજે ફરી ભાવનગર મેડિકલ કોલેજ ખાતે GMTA , GMERS FACULTY ASSOCIATION , GIDA AND GMS CI – II , MEDICAL OFFICER ASSOCIATION દ્વારા સુત્રોચ્ચાંર કરી ,બેનરો સાથે રેલી યોજી,અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી તેમની માંગો અને પડતર પ્રશ્નોનું નિરાકરણ કરી અમલ કરવા અનુરોધ કરાયો છે.

ગુજરાત સરકારની હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિવિધ વિભાગોના ડોક્ટરોના પડતર પ્રશ્નો અને માંગણીઓ બાબતે અગાઉ જે તે સમયે કરેલી રજૂઆત અને ડોક્ટરોના વિરોધ પ્રદર્શનને લઈ સરકાર દ્વારા આપવામાં આવેલી ખાતરી અને તેનું અમલીકરણ આજદિન સુધી ન કરવામાં આવતા આજે ભાવનગર મેડિકલ કોલેજ ખાતે મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા ડોક્ટરો દ્વારા સુત્રોચ્ચાંર કરી તેમજ બેનરો સાથે રેલી યોજી હતી.

તેમજ અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી તેમની માંગો અને પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા અંગેની માંગ ને સરકાર સુધી પહોંચાડવા અપીલ કરી હતી. જેમાં સરકારે અગાઉ તબીબી / દંત કેડર એસોસીએશન સાથે સમાધાન કરી આદેશો કરેલ છે પરંતુ તેનો અમલ ન કરાવી તેમજ વિપરીત રીતે તા .૧૬ / ૦૫ / ૨૦૨૧ ના આદેશ ને અવગણી ,તા . ૨૨/૧૧/૨૦૨૧ એન . પી . એ . ના આદેશમાં બિનજરૂરી મુદ્દાઓનો સમાવેશ કરી તબીબોને અન્યાય કર્યો છે જેથી GUJARAT GOVERNMENT DOCTORS ASSOCIATION ના નેજા હેઠળ ફરી ડોક્ટરો દ્વારા પોતાની 9 જેટલી માંગો અને પડતર પ્રશ્ને આંદોલન કરવાની ફરજ પડી છે.

સરકાર દ્વારા આજદીન સુધી કોઈ પણ જાતના હકારાત્મક કે સકારાત્મક આદેશ કરવામાં આવેલ નથી જેથી ના છૂટકે GUJARAT GOVERNMENT DOCTORS FORUM ના સલગ્ન એસોસીએશનના સભ્યો તા .૧૩ / ૧૨ / ૨૦૨૧ થી હડતાલ પર જશે અને સામુહીક રાજીનામાં સરકારને આપશે. ત્યારે કોરોના મહામારીમાં ખડેપગે રહી જાનના જોખમે તબીબોએ કરેલ કામગીરીને ધ્યાને રાખી તેમની લાગણી અને માંગણી સરકાર સ્વીકારે તેવી વિનંતી પણ કરી છે .