ભાવનગરમાં ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી, પોલીસ અધિકારીઓ પણ મન મૂકી ઝૂમ્યા અને ગુલાલ ઉડાડી કરી ઉજવણી, યુવા આઇકોન અને એએસપી સફીન હસન પણ ઢોલ ના તાલે ઝૂમ્યા.

સલિમ બરફવાળા
આજે રંગોના તહેવાર ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી દેશભરમાં થઇ રહી છે ત્યારે ખાસ ભાવનગર શહેરમાં પણ આ તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ એ પ્રજાનો મિત્ર છે અને તેઓ સામાન્ય રીતે તહેવારમાં લોકોની સુરક્ષા કાજે પોતાની ફરજમાં વ્યસ્ત હોય છે પરંતુ આજે ભાવનગરના યુવા અને જાંબાજ પોલીસ અધિકારી એવા એએસપી સફીન હસન કે આજના યુવાઓ ના આઇકોન પણ છે ત્યારે તેઓએ પણ આ પર્વની ભવ્ય ઉજવણી પોલીસ કર્મીઓ અને લોકો સાથે કરી હતી. ખાસ તેઓ ઢોલના તાલે ઝૂમ્યા હતા અને એકબીજાને ગુલાલ લગાડી આ પર્વની ઉજવણી કરી હતી. જયારે ભાવનગરના લોકોને આ પર્વે શુભકામના પાઠવી હતી.