અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા પક્ષીઓના માળા કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાશે

મિલન કુવાડિયા
ઉનાળો હવે ઝાપે આવીને બેઠો છે. સૂરજ દેવ પોતાનો મિજાજ બતાવવા માટે તૈયારીઓ કરી દીધી છે. ત્યારે ધોમધમતા તાપમાં લોકો પણ તરસના માર્યા હાફલા ફાફલા બની જતા હોય છે. ત્યારે પશુ પક્ષીઓ માટે પણ ઉનાળામાં પાણીની વ્યવસ્થા કરવી એ એક સારી સેવા ઉમદા સેવા છે. જેમાં ભાવનગર અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુની મહારાજના આશીર્વાદથી પક્ષીઓના માળા, પક્ષીઓના પાણી પીવાના કુંડાનું વિતરણ રવિવારે તા. ૧૩-૩-૨૨ ને સવારે ૭ વાગે વિક્ટોરિયા પાર્ક પાણીની ટાંકી પાસે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. જનતાને બહોળી સંખ્યામાં લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.