જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ ટેનિસ લીગ ટૂર્નામેન્ટ વિવિધ કેટેગરીઓમાં રમાશે


હરિશ પવાર
સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ‘ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ’ ચાલી રહી છે. ‘ખેલેગા ઇન્ડિયા- જીતેગા ઈન્ડિયા’ની આધારે ગુજરાતમાં ‘રમશે ગુજરાત- જીતશે ગુજરાત’ ની તર્જ પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિવિધ શારીરિક ક્ષમતાનું નિદર્શન કરતી રમતોનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે.તે અંતર્ગત ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડી.એમ. કપ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન આગામી તા.11 થી 18 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટને પ્રોત્સાહન આપવા માટે રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, કલેકટર યોગેશ નિરગુડે અને જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ પોતાની ટેનિસ કળાનું નિદર્શન કરશે અને અન્ય સહભાગી ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કરશે.

આ ડી.એમ. કપ ટેનિસ ટૂર્નામેન્ટ સબ જૂનિયર બોયઝ અને ગર્લ્સ, અંડર-14 બોયઝ અને ગર્લ્સ, અંડર-17 બોયઝ અને ગર્લ્સ, જૂનિયર્સ ડબલ્સ, મેન્સ ઓપન સિંગલ્સ, વુમન્સ ઓપન સિંગલ, મેન્સ ઓપન ડબલ્સ, મિક્સ ડબલ્સ,30 વર્ષથી ઉપરનાની સિંગલ્સ અને એક નવતર પગલારૂપે આઝાદીનાં 75 વર્ષ જેવી વિવિધ શ્રેણીઓમાં ટૂર્નામેન્ટ રમાશે. કલાનગરી એવા ભાવનગરમાં માત્ર કલા જ નહીં, પરંતુ શારીરિક ચુસ્તતા, શારીરિક સૌષ્ઠવ અને સ્ફૂર્તિના પર્યાય એવી આઉટડોર ગેમ્સમાં પણ પોતાનું કૌવત બતાવે

તેની સફળતા બાદ રાજ્ય કક્ષાએ પણ ભાવનગરનું નામ રોશન કરે તેવા ઉમદા અભિગમ સાથે આ ડી.એમ. કપ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. કલેકટરએ ભાવનગરના ટેનિસ પ્રેમીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે, ભાવનગરવાસીઓ વધુ ને વધુ સંખ્યામાં આ ટૂર્નામેન્ટમાં ભાગ લે. જે લોકો આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માંગતા હોય તેઓ લિંક https://forms.gle/PkWoEfH2Z1BsKM4GA પર તેમની વિગતો ભરીને સહભાગી થઈ શકે છે.