ભાવનગર યુનિવર્સિટીની વાર્ષિક સભા મળશે

બ્રિજેશ ગોસ્વામી
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિહજી યુનિવર્સિટીની વાષિઁક કોર્ટ સભા આગામી તા.૨૭ના રોજ યોજાનાર છે આ સેનેટ સભામાં વિધાર્થીઓના પ્રશ્નો તેમજ યુનિવર્સિટીના વિકાસ ને લગતી બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે ત્યારે યુનિવર્સિટીની સેનેટ સભામાં પ્રશ્નો રજુ રાખવા માંગતા લોકોને આગામી તારીખ ૨૦/૨/ સુધી માં પ્રશ્નો લેખિત સ્વરૂપે સેનેટ મેમ્બરને મોકલી આપવા અનુરોધ કરાયો છે.

તમામ નગરજનો વિધાર્થી મિત્રો તથા સામાજીક સંસ્થાઓને જો કોઈ પ્રશ્નો આગામી સભામાં રજુ રાખવા હોય તો તા.૨૦/૨/૨૦૨૨ સુધીમાં મહારાજા કૃષ્ણ કુમાર સિહજી ભાવનગર યુનિવર્સિટી સેનેટ રૂમ મુખ્ય વહિવટી બિલ્ડીંગ ખાતે લેખિત સ્વરૂપ માં સવારે ૧૧:૩૦ થી ૨:૦૦ દરમિયાન પહોચાડવા કોર્ટ સભ્ય મહેબુબ બલોચ, શીવાભાઈ ડાભી, પ્રિતીબેન ગાંધી દ્રારા જણાવેલ છે.