ચાર રાજ્‍યોમાં કમળ ખીલવીને જનતાએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને લોકપ્રિયતાના સર્વોચ્‍ચ શિખરે બેસાડયા છે : ઉત્તર પ્રદેશને દેશના ગ્રોથનું વિકાસ એન્‍જિન બનાવીને ભાજપ સરકારે ઇતિહાસ સર્જ્‍યો : મુકેશભાઈ લંગાળીયા

મિલન કુવાડિયા
દેશના સૌથી મોટા રાજ્‍ય ઉત્તર પ્રદેશમાં ઇતિહાસ રચાયો છે અને મતદારોએ રાજ્‍યની શાસનધૂરા ફરીથી ભાજપના હાથમાં સોંપી છે. આ જ રીતે અન્‍ય ત્રણ રાજ્‍યો ઉત્તરાખંડ, ગોવા અને મણીપુરમાં પણ ભાજપનો કેસરિયો છવાયો છે અને ત્‍યાના મતદારોએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને લોકપ્રિયતાના સર્વોચ્‍ચ શિખરે બેસાડ્‍યા છે. કેન્‍દ્રની વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વવાળી સરકાર અને ઉત્તરપ્રદેશની યોગી આદિત્‍યનાથજીની સરકારને વધુ એક વખત લોકોની સ્‍વીકળતિ મળી છે અને લાખ્‍ખો કાર્યકરોની મહેનત અને સરકારે કરેલા કામોના પરિણામ સ્‍વરૂપ ઉત્તરપ્રદેશમાં ફરીથી કેસરિયો લહેરાયો છે.

ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશભાઇ લંગાળિયાએ આ ભવ્‍ય જીત બદલ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને યોગી આદિત્‍યનાથને અભિનંદન પાઠવ્‍યા છે અને કહ્યું છે કે, ભાજપના પ્રખર રાષ્‍ટ્રવાદના એજન્‍ડાને પ્રજાની સ્‍વીકળતિ મળી છે. ઉત્તર પ્રદેશમાં આજે થયેલી મતગણતરીમાં મતદારોએ ભાજપના ઉમેદવારોને ખોબલે ખોબલે  મત આપ્‍યા છે તેવું જણાઈ આવે છે. ભારતીય જનતા પક્ષે ઉત્તર પ્રદેશને દેશના વિકાસનું ગ્રોથ એન્‍જિન બનાવ્‍યું છે અને મતદારોએ વિકાસના આ મંત્રને સ્‍વીકારીને ભાજપની તરફેણમાં મતદાન કર્યુ છે તેમ જણાવતા મુકેશભાઈએ ઉમેર્યું છે કે, યોગી સરકારનાં પાંચ વર્ષના કાર્યકાળમાં દરેક લોકોને એટલો વિશ્વાસ આવ્‍યો છે.

ભાજપ સરકારમાં કાયદો-વ્‍યવસ્‍થા જળવાયેલા રહ્યાં છે. વધુમાં કહ્યું છે કે, યોગીજીએ યુપીને નિરાશામાંથી બહાર કાઢયું છે અને સમગ્ર પ્રદેશને વિકાસની અપાર સંભાવનાઓ તરફ લઈ ગયા છે. ૨૦૧૭ પછી  યુપી સતત સમળદ્ધિ અને વિકાસના માર્ગે છે.દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ કરેલા સંકલ્‍પ બાદ બનેલો કાશી-વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્‍ટ ખૂબ જ પ્રશંસનીય છે અને આ પ્રોજેકટ દ્વારા કરોડો હિન્‍દુ નાગરિકોની આસ્‍થાનું પ્રતિબિંબ તેમાં જોવા મળે છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન સંસ્‍કળતિ અને સામર્થ્‍ય તેમ જ વિકાસ અને વિરાસતની જ વાત કરી હતી.

તેમણે મંદિરનાં વિચારમાં સ્‍વચ્‍છતા, સર્જન (સર્જનાત્‍મકતા) અને આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પને જોડવાનો પ્રયાસ કર્યો છે જે લોકોને સ્‍પર્શી ગયો છે અને આજે પ્રજાએ પોતાના હ્રદયસિંહાસન  ઉપર વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વમાં ભાજપને ફરીથી બેસાડયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ પક્ષોએ ઘણા ગોબેલ્‍સ પ્રચાર કર્યા અને મતદારોને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં સફળતા મળી નથી અને લોકોએ યોગી સરકારને જ ફરીથી ચૂંટીને વિપક્ષના ગાલે તમાચો માર્યો છે.