ભાજપને ચાર રાજ્યમાં બહુમત મળતા સિહોર શહેર ભાજપે ફટાકડા ફોડી, મીઠાઈ ખવરાવી ઉજવણી કરી

સમી સાંજે વડલાચોક ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ જીતનો જશ્ન મનાવ્યો

હરિશ પવાર
U.P, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડ એમ પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં ચાર રાજ્યોમાં ભાજપને બહુમત મળી છે. ત્યારે સિહોરમાં ભાજપના કાર્યકરોએ આ જીતની ઉજવણી કરી હતી. શહેર ભાજપ દ્વારા વડલાચોક ખાતે ફટાકડા ફોડી, મીઠાઈ ખવરાવી ઉજવણી કરાઈ હતી.

આજે પાંચ રાજ્યના પરિણામ જાહેર થવાની સાથે જ મોદી – યોગીની જોડીએ યુપી સહીત ચાર રાજ્યમાં બહુમતી સાથે જીત મેળવી હતી. જેમાં યુપી, મણિપુર, ગોવા અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. જયારે પંજાબમાં ન ભાજપ કે ન કોંગ્રેસ બન્ને મોટા રાજકીય પક્ષોને મહાત આપી આમ આદમી પાર્ટીએ સત્તા મેળવી હતી.

ચાર રાજ્યમાં ભાજપનો ભવ્ય વિજય થતા સમગ્ર દેશ સાથે સિહોરમાં પણ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા જીતની ભવ્ય ઉજવણી કરી હતી. શહેરના વડલાચોક ખાતે શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી એક બીજાને મો મીઠા કરાવી ઉજવણી કરવામાં આવી હતી. ચાર રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તેને લઈ શહેર ભાજપ દ્વારા કરવામાં આવેલી ઉજવણીમાં સિહોર શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.