38.1 C
Bhavnagar
Friday, October 30, 2020

સિહોર તરફ આવતા પરિવારનો વલભીપુરના પાટણા નજીક અકસ્માત

0
કાર પુલની ગ્રીલ સાથે અથડાતા મહિલાનું મોત, પેટલાદ પંથકના 2 દંપતિ સિહોર આવી રહ્યાં હતાં કારમાં સવાર અન્ય ત્રણને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા : કાર ચાલક સામે ગુનો નોંધાયો શંખનાદ કાર્યાલય સિહોર તરફ આવતા પરિવારનો વલભીપુરના પાટણા નજીક અકસ્માત સર્જાયો છે અને જે ઘટનામાં એકનું મોત થયું છે ત્યારે ત્રણને ઇજા થઇ છે આણંદ જિલ્લાના અને પેટલાદ પંથકના બે દંપતિ ગઈકાલે સિહોર...

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર હતા : સિહોર ભાજપ

0
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર હતા : સિહોર ભાજપ બ્રિજેશ ગૌસ્વામી જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી તથા પક્ષના પાયાના પથ્થર એવા પીઢ આગેવાન, કુશળ વહીવટ કર્તા, દીર્ઘદ્રષ્ટા સંગઠક એવા શ્રી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાનને લઈ શ્રદ્ધાંજલિ પાઠવી હતી સિહોર શહેર ભાજપ દ્વારા જણાવાયું છે કે પીઢ જનસંધી આગેવાન અને પૂર્વ મુખ્યમંત્રીશ્રી...

સિહોર રોયલ ક્રિકેટ કલબે રજુઆત કરીકે “ પ્રોજેક્ટ લાયન ” અંતર્ગત ગીરના જંગલ માંથી સિંહને અન્ય રાજ્યમાં સ્થળાંતર થતા અટકાવો

0
સિંહ આપણા રાજ્યનું ખમીર અને શાન છે, ગુજરાતની ઓળખ છે, અન્ય રાજ્યોમાં સિંહોને ખસેડવા યોગ્ય નથી, સિહોર રોયલ ક્રિકેટ કલબે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી સલીમ બરફવાળા ગુજરાતનું ખમીર સિંહને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવાની વાતને લઈ વિરોધનો સુર ઉઠ્યો છે સિહોરનું રોયલ ક્રિકેટ કલબે રજૂઆતો કરીકે સિંહો રાજ્યની શાન છે એમનું થતું સ્થળાંતર અટકાવો વડાપ્રધાન દ્વારા જાહેર થયેલ “ પ્રોજેક્ટ લાયન ”...

સ્થાનિક આખી સરકાર હચમચાવી દે તેવા સક્ષમ લોકો અહીં રહે છે, એક પણ ભડવીર બોલવા તૈયાર નથી

0
સ્થાનિક આખી સરકાર હચમચાવી દે તેવા સક્ષમ લોકો અહીં રહે છે, એક પણ ભડવીર બોલવા તૈયાર નથી વિકાસશીલ ગુજરાતને તસવીરો સમર્પિત : સિહોરના ટાવરચોકથી ફાટક સુધી પાંચ મીટરના અંતરે કઈ દેખાતું નથી એટલી ધૂળ ઉડે છે આપડે ભલે ગતિશીલ ગુજરાત અને વિકાસશીલ રાજ્યની વાત કરતા હોય પણ વાસ્તવિક ચિત્ર એ છેકે આપડે લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કરી એ છે સિહોરનો...

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે સવારે ધોળામાં, જાહેરસભાનું આયોજન

0
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે સવારે ધોળામાં, જાહેરસભાનું આયોજન બ્રેકીંગ ન્યુઝ રાત્રીના ૯/૧૫ કલાકે મિલન કુવાડિયા ગુજરાતમાં આગામી સમયમાં આઠ વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણી યોજાનાર છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ તા.૨૯ના સવારે ગઢડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેની જાહેરસભાને સંબોધન કરશે. ત્યારબાદ પેટા ચૂંટણી સંદર્ભે સામાજિક અગ્રણીઓ સાથે બેઠક પણ યોજશે. રાજ્યમાં વિધાનસભાની ૮ બેઠકો માટે ૩મી એ યોજાનારી પેટાચૂંટણીનું પ્રચાર હવે...

સ્મૃતિ ઇરાની કોરોના પોઝિટિવ, પેટા ચૂંટણીને લઈ ૨૩મી ઓક્ટોબરે ગઢડા સહિત ચાર સ્થળોએ સભા સંબોધી હતી

0
પેટા ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગઢડામાં આવ્યા હતા, સ્મૃતિ ઇરાનીએ ટ્વીટ કરી પોઝિટિવ આવ્યાં હોવાની જાણકારી આપી હતી મિલન કુવાડિયા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ ટ્વીટર પર આ અંગેની જાણકારી આપી છે. તેઓએ કહ્યું કે, આ જાહેરાત કરતા શબ્દોને શોધવા મારા માટે ઘણું અઘરું છે, તેથી અહીં હું સમજાય તેવા સહેલા શબ્દોમાં કહી...

પાંચતલાવડા ગામના વિવાદાસ્પદ પાવરપ્લાન્ટ વિવાદનો કેડો મુકતું નથી

0
જેટકો દ્વારા વીજ કનેશન કાપતા પાવર પ્લાન્ટ અંધકારમાં - અનેક કર્મચારીઓના પેટ ઉપર લાગ્યું પાટુ મિલન કુવાડિયા સિહોરના પાંચતલાવડા ગામમાં આવેલ બાયોગેસ પાવર પ્લાન્ટ ને લઈને અગાઉ પણ અનેક વિવાદો સામે આવી ગયા છે. આ પાવર પ્લાન્ટ દ્વારા ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા નિયમોનું પાલન ન કરતા નોટિસ પણ આપવામાં આવી હતી. હાલમાં પાવર પ્લાન્ટમાં જેટકો દ્વારા પાવર કટ કરી દેતા અંધકાર...

મળી જશે પગાર : કામે ચડો

0
સિહોર નગરપાલિકામાં ઇથોસ કંપની હેઠળ કામ કરતા કર્મચારીઓને પગારની મળી હૈયાંધારણા શંખનાદ વધું એક વખત સમાચારોમાં અગ્રેસર રહ્યું, દલિત અધિકાર મંચ અને વિપક્ષની રજૂઆતો રંગ લાવી, જવાબદાર અધિકારીએ કર્મીઓને કહ્યું થોડા દિવસોમાં પગાર થઈ જશે કામે લાગો હરેશ પવાર સિહોર પાલિકામાં છેલ્લા થોડા દીવસોથી ઇથોસ કંપનીઓના કર્મીઓના ચાલતા વિવાદમાં ટાઢું પાણી રેડી દેવાયું છે છેલ્લા થોડા દિવસોથી નગરપાલિકાના કર્મચારીઓને લઈને ઇથોસ કંપનીનું...

ભાવનગરમાં બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરતી ચીકલીકર ગેંગની મહિલા સહિત ચાર શખ્સો ઝડપાયા

0
ક્રાઈમ બ્રાન્ચે ચીકલીકર ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી, પોલીસે ચીકલીકર ગેંગના ચાર સભ્યો પાસેથી ૫૫૪૯૬૪ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો, ખંભાતથી દોઢ બે મહિને ચોરી કરવા માટે આવતો શખ્સ પોલીસના હાથે ઝડપાયો, ૩૩ ચોરીનો ભેદ ઉકેલાયો મિલન કુવાડિયા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતી ચીકલીકર ગેંગના એક મહિલા સહિત ચાર શખ્સોને સોના-ચાંદીના આભૂષણો અને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ ગેંગના...

ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા રજીસ્ટ્રેશન માટે પડાપડી કરતા ખેડૂતો મગફળી વેચાણ માટે કેન્દ્ર પર પહોંચતા જ નથી

0
ટેકાના ભાવ કરતા માર્કેટીંગ યાર્ડમાં મગફળીના ભાવ વધુ, યાર્ડમાં સારી મગફળીના વધુ ભાવ આવતા ખેડૂતોને ફાયદો બ્રિજેશ ગૌસ્વામી ભાવનગર જિલ્લા સહિત રાજ્યભરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ છે અને તેના માટે અગાઉ ખેડૂતોનુ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ હતું. હાલ સરકારી તંત્ર દ્વારા જિલ્લામાં ખેડૂતોને મેસેજ કરવામાં આવી રહ્યા છે પરંતુ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવ કરતા મગફળીના વધુ ભાવ હોવાથી ખેડૂતો...
error: Content is protected !!