38.1 C
Bhavnagar
Sunday, August 9, 2020

જાપાની પદ્ધતિ મારફત સિહોરનું સોનગઢ પોલીસ મથકમાં વાટિકા આકાર પામશે

0
જાપાની પદ્ધતિથી અનેક દુર્લભ વનસ્પતિઓની વાવણી કરીને ઉછેર કરાશે- સોનગઢ પોલીસની પ્રશંસનિય કામગીરી હરેશ પવાર-બ્રિજેશ ગૌસ્વામી પર્યાવરણ ની જાળવણી અને પર્યાવરણ બચાવો માટે થઈને અનેક સંસ્થાઓ કામ કરતી હોય છે ખાસ કરીને ચોમાસામાં વધુ પ્રમાણમાં વૃક્ષના વાવણી કરીને ઉછેર કરવામાં આવતા હોય છે. ત્યારે સોનગઢ પોલીસ મથક દ્વારા પોલીસ મથકની જગ્યામાં ઓછી જગ્યામાં જાપાની ટેકનોલોજીના સહારે એક સુંદર વાટિકા ઉભી કરવામાં...

સિહોર નજીક આવેલી ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ વાઘાણીની વાડીમાં પાણીની ટાંકી તૂટી પડતા ૨ મહિલાના મોત

0
એક મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મોત, પાણીની ટાંકી નીચે દબાય જવાથી બંને મહિલા મોતની ભેટી, ગોજારી ઘટનાથી ભારે અરેરાટી હરેશ પવાર સિહોર નજીક કનાડ ગામની સીમમાં પાણીની ટાંકી ફાટતાં ૨ મહિલા મોત થયા છે. ગામના વાડી વિસ્તારમાં આ મહિલાઓ કપડાં ધોઈ રહી હતી આ દરમિયાન ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં ૨ મહિલાના મોત થયા છે. જેમાં 1 મહિલાનું સિવિલમાં સારવાર દરમિયાન જયારે બીજી...

કોરોનાના વધતા કેસનાં પગલે કાલે મુખ્યમંત્રી રૂપાણી ભાવનગરમાં

0
ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાના સંદર્ભમાં સમીક્ષા કરશે, જરૂરી ચર્ચાઓ અને બેઠક બાદ પ્રેસ સંબોધશે દર્શન જોશી ભાવનગર કોરોનાના વધી રહેલા કેસનાં પગલે રાય સરકાર ચિંતીત છે અને આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણી ભાવનગર આવી રહ્યા છે આજે સવારે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી રૂપાણી કાલે ભાવનગર આવી રહ્યાનો ટેલિફોનીક સંદેશ મળ્યો હતો આ સાથે જ તંત્રમાં દોડધામ શરૂ થઇ છે. મુખ્યમંત્રીની કાલની મુલાકાત...

આયુષ્માન અને માઁ અમૃતમ કાર્ડમાં કોરોના સારવાર સામેલ કરવા માંગ

0
આયુષ્માન અને માઁ અમૃતમ કાર્ડમાં કોરોના સારવાર સામેલ કરવા માંગ બ્રિજેશ ગૌસ્વામી ગુજરાત જનચેતના પાર્ટી દ્રારા ભારત સરકાર કોવીડ ૧૯ની સારવારને માં અમૃતમ યોજના અને આયુષ્માન ભારત યોજના માં સમાવેશ કરીને નિશુલ્ક કરે તેવી મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવ ને માંગ કરવામાં આવી છે. તેમની માંગ છે જે ગરીબ વ્યકિતઓ પાસે સરકારી હોસ્પિટલ સિવાય કોઈ વિકલ્પ નથી માટે તેઓ સતત ભયનાં ઓથાર...

ભાવી પતિ સાથે ફરવા જવાની ના પાડતા સિહોરની યુવતીનો આપઘાત

0
કોરોના વાયરસના કારણે પિતાએ નનૈયો કરતા લાગી આવ્યું, જે તારીખેે સગાઇ થઇ હતી તે જ તારીખે અંતિમ પગલું ભર્યું દેવરાજ બુધેલીયા સિહોરની યુવતીની સગાઇ બાદ તેને વેવિશાળ દિવસના દિવસે તેના ભાવી ભરથાર સાથે ફરવા જવું હતું પરંતુ પિતાએ કોરોના વાયરસના કારણે ના પાડતા તે વાતથી લાગી આવતા યુવતીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જૂના સિહોરના...

શૈક્ષણિક લાયકાત પ્રમાણે સમાવેશ કરવા માગણી

0
એસટીમાં ૨૦ વર્ષથી આશ્રિત કેસમાં નોકરી અપાતી જ નથી સિહોરના ટાણા ગામના કોંગ્રેસ અગ્રણી દ્વારા ઉચ્ચસ્તરે કરાયેલી રજૂઆત બ્રિજેશ ગૌસ્વામી અંતિમ ૨૦ વર્ષથી આશ્રિત કેસમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ (જી.એસ.આર.ટી.સી.) નોકરી ન મળવા બાબતે યોગ્ય કરવા ઉચ્ચ સ્તરે સિહોરના ટાણા ગામના કોંગ્રેસ અગણી રઘુવીરસિંહ ગોહિલે રજૂઆત કરી છે. અવાર - નવાર સમયાંતરે નિગમના કર્મચારીઓના પ્રશ્નો અંગે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં...

આવતીકાલથી સાતમ-આઠમના પર્વની ઉજવણીનો થશે શુભારંભ

0
સિહોર સહિત જિલ્લાની પ્રજાએ ભાતીગળ લોકમેળાના આનંદથી વંચિત રહેવુ પડશે કોરોના ઈફેકટના કારણે આ વર્ષે ઉજવણીની રોનક અગાઉ જેવી નહિ હોય ! દેવરાજ બૂધેલીયા સિહોર સહિત ગોહિલવાડમાં આગામી તા. ૭ ઓગષ્ટને શુક્રવારથી બોળચોથના પાવનકારી પર્વથી પવિત્ર સાતમ-આઠમના શ્રાવણીયા લોકપર્વની ઉજવણીનો પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર શુભારંભ થશે. જો કે, આ વર્ષે કોરોના વાયરસના સંક્રમણનો કહેર યથાવત હોય ઉત્સવની ઉજવણીની રોનક ગત વર્ષો જેવી નહી...

સિહોરના અનેકવિધ મંદિરો દીપ પ્રાગટયથી જગમગી ઉઠ્યા

0
અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે શિલાન્યાસ થતા રામભક્તો ઝૂમી ઉઠયા, મંદિરોમાં વિશેષ પૂજા-પાઠ કરાયા, ઐૈતિહાસિક દિવસના સાક્ષી બન્યાના ગૌરવ સાથે લોકોએ ધન્યતા અનુભવી સંદીપ રાઠોડ અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે ભવ્ય અને દિવ્ય રામ મંદિરના નિર્માણ માટે તા.૫ ઓગષ્ટને બુધવારે ભુમિ પુજન અને શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો.  જેને લઇને સિહોર સહિત ગુજરાતભરમાં હર્ષ અને આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી. રામધૂન યોજી, મંદિરોમાં મહાઆરતી કરી,...

સિહોરમાં ૩ સાથે જિલ્લામા ૪૪ કોરોના પોઝિટિવ કેસો, ૩૯ દર્દીઓ કોરોનામુક્ત

0
જિલ્લામાં નોંધાયેલા ૧,૭૧૨ કેસો પૈકી ૪૪૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ બ્રિજેશ ગૌસ્વામી ભાવનગર જિલ્લામા આજરોજ ૪૪ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૭૧૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૬ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૨૩ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૩, ભાવનગર તાલુકાના ભુતેશ્વર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના...

મહુવા માટે સારા સમાચાર : હનુમંત હોસ્પિટલમાં ૩૦ બેડ સાથેની કોરોના આઈસોલેશન વોર્ડની સુવિધા ઉપલબ્ધ

0
સારવાર લેતાં દર્દીને હોસ્પિટલ તરફથી આગામી એક વર્ષ માટે રૂપિયા ૧૦,૦૦૦ ના હેલ્થ બેનીફીટની સુવિધા વિનામુલ્યે અપાય છે દર્શન જોશી મહુવા શહેરની જનતા માટે સારા સમાચાર મળી રહ્યા છે હનુમંત હોસ્પિટલ ખાતે સરકારના માર્ગદર્શન હેઠળ ૩૦ બેડ સાથેની કોરોના આઈસોલેશન વોર્ડની સુવિધા ઉભી કરવામાં આવેલ છે. આ સુવિધામાં ૧૮ જનરલ બેડ,૧૦ એચ.ડી.યુ. બેડ તેમજ ૧ આઈ.સી.યુ તથા ૧ આઈ.સી.યુ. સાથે વેન્ટીલેટરનો...
error: Content is protected !!