38.1 C
Bhavnagar
Saturday, August 8, 2020

આવતીકાલે જિલ્લા કક્ષાનો ૭૧મો વન મહોત્સવ ઘોઘા તાલુકાના સમઢીયાળા ગામે યોજાશે

0
રાજયમંત્રી વિભાવરીબેન દવે તેમજ સાંસદસભ્ય ડો.ભારતીબેન શિયાળ, એસ.પી.સીસોદીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે હરેશ પવાર આવતીકાલે તા.૦૭/૦૮/ર૦૨૦ને શુક્રવારે સવારે ૧૦.૦૦ કલાકે ઘોઘા તાલુકાના સમઢીયાળા ગામે આવેલ ગૌ-શાળા ખાતે જિલ્લા કક્ષાનો ૭૧મો વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજાનાર છે. જેમાં કાર્યક્રમનાં મુખ્ય મહેમાન રાજયમંત્રી વિભાવરીબેન દવે તેમજ સાંસદસભ્ય ડો.ભારતીબેન શિયાળ, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.પી.સીસોદીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અંતર્ગત ભારતના...

મેઘરાજાની સતત ત્રીજા દિવસે હાજરી સિહોરમાં ૧ ઇંચથી વધુ વરસાદ, જિલ્લામાં વરસાદી માહોલ

0
સતત ત્રીજા દિવસે વરસાદથી ખેડૂતોમાં આનંદ હરખની હેલી બ્રિજેશ ગૌસ્વામી સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારો પર રાજાધિરાજ મેઘરાજાએ છેલ્લા ત્રણેક દિવસથી મહેર વરસાવવાનું શરુ રાખતા લોકોમાં ખાસ કરીને જગતના તાત ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી રહી છે.શ્રાવણ માસના પ્રારંભની વરસાદી માહોલ વચ્ચે ગોહિલવાડમાં શ્રાવણ માસના સરવડા યથાવત વરસ્યા હતા.અને હળવાથી ભારે ઝાપટા પડયા હતા. જેના કારણે ગોહિલવાડના જળાશયો,નદી નાળાઓ અને તળાવડાઓમાં નવા...

મુકો લાપસીના આંધળ – શેત્રુંજી ડેમમાં નવા નીર ની આવક.

0
ડેમની સપાટીમાં બે ફૂટ નવા નીર ની આવક, ભાવનગર અને અમરેલી પંથકમાં પડેલા વરસાદ ને પગલે ડેમમાં આવ્યા નવા નીર, ૩૦ કલાકમાં ડેમ સપાટીમાં ૨૫ ઇંચ પાણી નો વધારો, હજુ પાણી ની આવક શરૂ છે. વિશાલ સાગઠિયા ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના પગલે વધુ બે ફૂટ નવા નીર ની આવક થઇ છે. આજે ૨૫ ઇંચ જેટલી...

ચોમાસુ : સિહોર સાથે જિલ્લાભરમાં વરસાદી માહોલ, ગાજવીજ સાથે ભાવનગર ૨ મહુવામાં ૨

0
ચોમાસુ : સિહોર સાથે જિલ્લાભરમાં વરસાદી માહોલ, ગાજવીજ સાથે ભાવનગર ૨ મહુવામાં ૨ દેવરાજ બુધેલીયા સિહોર સાથે જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે બુધવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભાવનગર અને મહુવામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે સાંજના છ કલાક સુધીના આવેલા આંકડાઓ મુજબ સિહોરમાં ૧૧મીમી સાથે ભાવનગરમાં બપોર બાદ અચાનક કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા અને ગાજવીજ સાથે...

સૌથી મોટો ખુલાસો, સિહોર નગરપાલિકાના ૬ કર્મી હાઇકોર્ટનો ચુકાદો જીતીને આવ્યા છે, દીપ્તિબેન ત્રિવેદી

0
ઘણા સમયથી ચાલતા વિવાદને લઈ દિવસોના દિવસો પછી પ્રમુખે પોતાનું મૌન તોડી મીડિયા સામે આવ્યા, કર્મીઓના વિવાદને લઈ મહિલા પ્રમુખની સૌથી મોટી સ્પષ્ટતા સામે આવી, કહ્યું લેવાયેલા ૬ કર્મીઓ હાઇકોર્ટેમાં કેસ જીતીને આવ્યા છે અમારો ક્યાંય સ્વાર્થ નથી બ્રિજેશ ગૌસ્વામી સિહોર નગરપાલિકાના ૬ કર્મીઓને કાયમી કરવાના વિવાદમાં વંટોળનું વાવાઝોડું ઉભું થયું છે યોગ્ય ઉકેલ નહિ આવે તો એક તરફ દલિત સમાજના...

સિહોર ખાતે રામલલ્લાના પાવન જન્મસ્થાનના સ્થાપના દિનની વેપારી દ્વારા ઉજવણી

0
સિહોર ખાતે રામલલ્લાના પાવન જન્મસ્થાનના સ્થાપના દિનની વેપારી દ્વારા ઉજવણી હરેશ પવાર આજનો દિવસ એટલે મંગલ દિન ગણાશે કારણ કે અયોધ્યામાં કરોડો હિન્દૂઓના આસ્થા ની પ્રતીક મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન ના મંદિર નું શીલાન્યાસ જે વિશ્વમાં જેના નામનો ડંકો વાગે છૅ એવા આપના ભારત દેશના યુગ પુરૂષ એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થવાનું હોય તો આ ઐતિહાસિક દિવસ...

મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત દિકરી દિવસની ઉજવણી કરાઇ

0
યોજનાની ૫૦ લાભાર્થી દિકરીઓને રૂ. ૧,૧૦,૦૦૦/- ની સહાયના મંજુરી હુકમ આપવામા આવ્યા દેવરાજ બુધેલીયા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત ૧ ઓગષ્ટ થી ૧૪ ઓગસ્ટ સુધી વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનુ આયોજન હાથ ધરવામાં આવેલ છે.જે અંતર્ગત ભાવનગર જિલ્લામા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા.૨ જી ઓગસ્ટના રોજ દિકરી...

સિહોરના દેવગાણા ગામે ડોક્ટરની ડીગ્રી હતી નહિ અને દવાખાનું ખોલીને વેપલો શરૂ કરી દીધો, અનિલ બારૈયા પોલીસની હીરાસતમાં

0
દેવગાણા ગામેથી નકલી તબીબ ઝડપાયો, પોલીસને તેની પાસેથી ૩૨ હજારના મુદ્દામાલમાં અલગ અલગ પ્રકારની દવાઓ અને ઇન્જેક્શન ઉપરાંત મેડિકલ સાધનો મળ્યા હરેશ પવાર સિહોરના દેવગાણા ગામે અનિલ બારૈયા નામના વ્યક્તિ પાસે ડીગ્રી નહિ હોવા છતાં દવાખાનું ખોલીને કોરોના મહામારીમાં ધોમ-ધોકાર વેપલો શરૂ કરી દેતા આખરે પોલીસના રંગે હાથ ઝડપાઇ ગયો છે સિહોર શહેર અને પંથકમાં કોરોનાની મહામારી વચ્ચે બોગસ ડોક્ટરોનો રાફડો...

સિહોર નગરપાલિકામાં કાયમી થયેલા કર્મીઓનો ઠરાવ તાકીદે રદ કરો : કોંગ્રેસ દ્વારા રજુઆત

0
ભાજપ દલિત અને ગરીબ વિરોધી સરકાર : જયદીપસિંહની તડાપીડ બ્રિજેશ ગૌસ્વામી સિહોર નગરપાલિકામાં ૬ કર્મીઓને કાયમી કરવાના વિવાદમાં દલિત અગ્રણીઓ સાથે હવે કોંગ્રેસ પણ મેદાને પડ્યું છે કર્મીઓને કાયમી કરવામાં થયેલા ઠરાવને રદ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપી રજુઆત કરી છે સિહોર કોંગ્રેસના પ્રમુખ જયદીપસિંહ ગોહિલ અને વિપક્ષના કિરણભાઈ ઘેલડાની આગેવાનીમાં આજે સવારે સિહોર નગરપાલિકા ખાતે કોંગી અગ્રણીઓ એકઠા...

અવધ મે આનંદ ભયો જય રઘુવીર રામ કી

0
સિહોર શહેરમાં શ્રી રામમંદિર શિલાન્યાસ ઘડીના વધામણા ઠેર - ઠેર મહાઆરતી પ્રાર્થના દિપમાળા , રંગોળી , યજ્ઞો , રાત્રીના દિવડાનો ઝગમગાટ -આતશબાજી સહિતના કાર્યક્રમો, વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ અને ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી હરેશ પવાર આજે અયોધ્યામાં શ્રીરામ જન્મભુમી મંદિરનાં શિલાન્યાસની અવિસ્મરણીય ઘડીઓ સાકાર થઇ છે ત્યારે આ વાતને વધાવવા સિહોરમાં ધાર્મિકોત્સવ જેવો માહૌલ ખડો થયો છે . ઠેર - ઠેર મહાઆરતી...
error: Content is protected !!