હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાઓ માટે અલગ અલગ મંત્રો આપવામાં આવ્યા છે. એ મંત્રના જપ કરવાથીથી એ દેવી દેવતા ખુશ થઈને વ્યક્તિના જીવનમાં વિશેષ ફળ આપે છે એવી માન્યતા છે. એમાંથી જ એક છે ગાયત્રી મંત્ર. ગાયત્રીમંત્ર એકમાત્ર એવો મંત્ર છે જે દરેક કાળમાં માનવીને અનેક ચિંતાઓથી અને તાણથી મુક્તિ અપાવીને ભયમુક્ત કરી દે છે. ગાયત્રીમંત્રનું ઉચ્ચારણ સર્વ દુઃખ અને મુશ્કેલીઓ સામે લડવા માટેની ક્ષમતા પૂરી પાડે છે. ગાયત્રી મંત્ર નાના બાળકોથી લઈને ઘરડા લોકો સુધી બધા એ જાપ કરવો જોઈએ.

Chanting the Gayatri Mantra daily has benefits that you may not have thought of!

ગાયત્રી મંત્રને ચાર વેદનું મુખ્ય સાર તત્વ માનવામાં આવ્યું છે. મંત્ર જાપ કરતી વખતે આ નિયમોનુ પાલન કરવુ જરૂરી છે. ધાર્મિક ગ્રંથો મુજબ મંત્રના જાપ સ્પષ્ટ ઉચ્ચારણની સાથે કરવામાં આવે છે. જાપ કરતી સમયે ખોટા ઉચ્ચારણથી માણસના જીવન પર પ્રભાવ પડે છે. આવો જાણીએ ગાયત્રી મંત્રના જાપ કરવાની સાચી વિધિ.

માન્યતા છે કે સૂર્યોદયથી થોડા સમય પહેલા જ ગાયત્રી મંત્રનો જાપ કરવાની શરૂઆત કરવી જોઈએ. જો સવારે શક્ય નથી તો બપોરના સમયે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. ગાયત્રી મંત્રનો જાપ કરતી સમયે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ.

Chanting the Gayatri Mantra daily has benefits that you may not have thought of!

ગાયત્રી મંત્રનો જાપ કરવાથી માનવીને અનેક ફાયદા થાય છે. એવી માન્યતા છે કે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી માણસને રોગમાંથી મુક્તિ મળે છે. ઘરમાં સુખ-સમૃદ્ધી આવે છે. સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. આ મંત્રથી વ્યક્તિને માનસિક શાંતિ થાય છે. ચહેરનું તેજ વધે છે. વ્યક્તિ આનંદિત રહે છે. શરીરની ઈન્દ્રિયો બેસ્ટ બની રહે છે. ગુસ્સાનું પ્રમાણ ઓછું થાય છે અને બુદ્ધિનો વિકાસ થાય છે. તેથી દરરોજ એક વખત તો ગાયત્રીમંત્રનો જાપ કરવો જોઈએ.

Chanting the Gayatri Mantra daily has benefits that you may not have thought of!

માન્યતાને અનુસાર ગાયત્રી મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરવો જોઈએ. મંત્ર જાપ રૂદ્રાક્ષની માળાથી કરવામાં આવે છે. રૂદ્રાક્ષની માળાને દરેક રીતે શુભ માનવામાં આવે છે. આ સાથે એવુ પણ માનવામાં આવે છે કે આ જાપથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. ગાયત્રી મંત્ર હંમેશા મૌન રહીને જ કરવામાં આવે છે.