બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન 79 વર્ષની ઉંમરે પણ એક્ટિવ છે. તેઓ આ ઉંમરે પણ હિટ ફિલ્મો આપી રહ્યા છે. આ ઉપરાંત તેમનો કૌન બનેગા કરોડપતિ શો ઘરે ઘરે જાણીતું નામ બની ગયો છે. હવે તેઓ કૌન બનેગા કરોડપતિની 14મી સીઝનમાં જોવા મળશે. મનોરંજન ઉદ્યોગમાં આટલો અનુભવ હોવા છતાં અમિતાભ બચ્ચન આજે પણ કેબીસીમાં જતા ડરે છે. તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યૂમાં અમિતાભે આ વાતનો ખુલાસો કર્યો છે. તેઓ કેબીસીના સેટ પર આવે છે, ત્યારે કેવું અનુભવે છે એ અંગે જાણકારી આપી છે.

Coming to KBC, Amitabh Bachchan's hands and feet are shaking! Something like this is the reason

અમિતાભ બચ્ચન વર્ષ 2000થી KBC હોસ્ટ કરી રહ્યા છે. આ શોની ત્રીજી સિઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી. અમિતાભ વર્ષો સુધી એક જ શો કેમ હોસ્ટ કેમ હોસ્ટ કરી રહ્યા છે? તેની પાછળનું કારણ શું છે? આ બાબતે તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં ફોડ પાડ્યો હતો.

Coming to KBC, Amitabh Bachchan's hands and feet are shaking! Something like this is the reason

તેમણે કહ્યું કે, સેટ પર આવતા લોકો મને સ્ટેજ પર આવવા માટે દબાણ કરે છે. હું સ્ટેજ પર આવું કે તરત જ તેઓ જે રીતે મારું સ્વાગત કરે છે અને જે રીતે હોટ સીટ પર બેઠેલા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરે છે, તેના કારણે જ હું દરેક સિઝનમાં આવું છું.

Coming to KBC, Amitabh Bachchan's hands and feet are shaking! Something like this is the reason

અમિતાભ બચ્ચને ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે, તેઓ સ્ટેજ પર આવતા ડરે છે અને તેના હાથ-પગ ધ્રૂજવા લાગે છે. તેમણે કહ્યું, કે, હું સેટ પર આવું ત્યારે મારા હાથ અને પગ ધ્રૂજવા લાગે છે. મને સવાલ થાય છે કે શું હું તે કરી શકીશ કે નહીં? કેવું રહેશે? દરરોજ મને ડર લાગે છે કે હું કેવી રીતે હોસ્ટ કરીશ?