મોંઘવારી, જીએસટી અને કેન્દ્ર સરકારની નીતિઓ સામે કોંગ્રેસ શુક્રવારે રોડથી સંસદ સુધી વિરોધ પ્રદર્શન કરી રહી છે. થોડીવારમાં રાહુલ-પ્રિયંકા પીએમના નિવાસસ્થાને ઘેરાવ કરશે. પ્રિયંકા પણ કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચી ગયા છે. ઈ તરફ કોંગ્રેસનાં પ્રદર્શનને જોતા અકબર રોડ પર ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે ત્રણ સ્તરોમાં જવાનોને તહોનાત કર્યા છે. અંદર કોઈપણ કાર્યકરને જવા દેવામાં આવતા નથી. આ દરમિયાન, કેન્દ્રનો વિરોધ કરવાતા સોનિયા, રાહુલ સહિત કોંગ્રેસના તમામ સાંસદો ગૃહમાં કાળા કપડા પહેરીને પહોંચ્યા છે.

Congress protests across the country on the issue of inflation! will surround the PM's residence

મોંઘવારી, બેરોજગારી, જીએસટી અને તપાસ એજન્સીના દુરુપયોગના મુદ્દે કોંગ્રેસ શુક્રવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે કહ્યું કે આજે દેશમાં લોકશાહી નથી, માત્ર સરમુખત્યારશાહી જ છે.

Congress protests across the country on the issue of inflation! will surround the PM's residence

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ હતુ કે આજે સૌથી વધુ બેરોજગારી ભારતમાં છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, પણ નાણા મંત્રીને આ દેખાઈ રહ્યુ નથી. રાહુલે કહ્યુ હતુ કે તમે દેશના કોઈપણ ગામ કે શહેરમાં જાઓ અને પુછશો તે લોકો જણાવશે કે આજે મોંઘવારીમાં પીસાઈ રહ્યા છીએ, પણ સરકારને આ બધુ દેખાતું નથી.

Congress protests across the country on the issue of inflation! will surround the PM's residence

વિરોધને જોતા જંતર-મંતર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે સરકાર અમને મોંઘવારી સામે વિરોધ કરતા રોકવા માંગે છે, તેથી તે કોંગ્રેસના નેતાઓને સતત પરેશાન કરી રહી છે.