સિહોર નગરપાલિકાની યોજાયેલી સાધારણ સભામાં કર્મચારીઓની ભરતી મુદ્દે ઘમાસાણ થયું હતું. સભા માત્ર 40 મિનિટ પુરી થઈ, સત્તામાં રહેલ ભાજપના સભ્યોએ સભાને અધવચ્ચે છોડી દીધી, સભામાં કોંગ્રેસ આકરા તેવરમાં દેખાઈ, કર્મચારીઓની ભરતી મુદ્દે સભામાં ઘમાસાણ, દેકારા પડકારા હોબાળો ; સભા તોફાની બની ; વિપક્ષના આકરા તેવર, કર્મચારીની ભરતી મામલે કોંગ્રેસના સભ્યો કાળી પટ્ટી ધારણ કરી પ્લેકાર્ડ લઈ સભામાં ઘસી આવ્યા, સભામાં નારેબાજી સૂત્રચાર કરી સભાને ગજવી દીધી હતી.
સિહોર નગરપાલિકામાં આજે ગુરૂવારે સામાન્ય સભા મળી હતી, જેમાં ભાજપ-કોંગ્રેસના સભ્યો વચ્ચે ખાસ કરી કર્મચારીઓના ભરતી મામલે બરાબરની જામી પડી હતી તોફાની બનેલી સભાને માત્ર ૪૦ મિનિટમાં આટોપી લેવાય હતી ભાજપના જ સભ્યો સભાને અધવચ્ચે છોડીને જતા રહેતા મામલો ટોક ઓફ ટાઉન બન્યો છે સિહોર નગરપાલિકામાં આજે ગુરૂવારે સામાન્ય સભા મળી હતી સભાની શરૂઆત સાથે દેકારા પડકારા અને હોબાળો મચ્યો હતો વિપક્ષના સભ્યો કાળી પટ્ટી ધારણ કરી સભામાં ભાગ લીધો હતો વિપક્ષ તરફથી એક પછી એક સવાલોનો મારો ચાલ્યો હતો જેને લઈ ભાજપના સભ્યોએ સભાને છોડી દીધો હતો વિપક્ષે સભામાં સત્તાધારી પક્ષને બરાબર ભીંસમાં લીધું હતું બન્ને તરફ મામલો ગરમાયો હતો વિપક્ષના સભ્યો સભામાં આકરા તેવરમાં દેખાયા હતા કર્મચારીની ભરતી મામલે કોંગ્રેસના સભ્યોએ ચાલુ સભાએ નારેબાજી સૂત્રચાર કરી સભાને ગજવી દીધી હતી અને ધમાસણ બોલાવી હતી બન્ને પક્ષે ભારે આક્ષેપબાજીઓ થઈ છે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈએ કહ્યું હતું કે વિકાસના કામોમાં કોંગ્રેસ રોડા નાખે છે આજની સભામાં ચાર કરોડથી વધુના કામોને બહાલી અપાઈ છે વિપક્ષના સભ્યોના ચહેરાને જનતા ઓળખી ગઈ છે તેવો આરોપ પણ પ્રમુખ દ્વારા કરાયો છે.
સભામાં કર્મચારીઓની ભરતી બાબતે વિપક્ષે બઘડાટી બોલાવી
નગરપાલિકાની જનરલ સભામાં આજે શરૂઆતથી જ વિપક્ષ આકરાપાણીએ હતો મીટીંગની શરૂઆતમાં જ વિપક્ષના સભ્યો કાળી પટી ધારણ કરી કર્મચારીઓની ભરતીમાં થયેલ ગેરરીતી સફાઈ કામદારોને સીનીયોરીટીમાં થયેલ અન્યાય અને પાછલા બારણેથી મામકાઓને પુરોડી દેવાના આશયથી જે પ્રક્રિયા થયેલ તેનો જોરદાર વિરોધ વિપક્ષ ધ્વારા કરવાના હોય તેવું કાળી પટી ધારણ કરવાથી સાબીત થતું હતું કર્મચારીઓની કાયમી કરવાનો મુદો ચર્ચામાં આવતા વિપક્ષ ધ્વારા આકરા તેવરમાં જોવા મળ્યું હતું છેલ્લા ૩૦ વર્ષથી સિહોર નગરપાલિકાના કર્મચારીઓને કાયમી કરવા અંગે સરકારશ્રી પાસેથી જરૂરી મંજુરીઓ મેળવવી જોઈએ તે મેળવેલ નથી . અને અગાઉ કોન્ગ્રેસ પક્ષ સતત આ મુદ્દે જનરલ સભામાં અવાજ ઉઠાવતો હતો . તેમજ હાલમાં દલીત અધિકાર મંચ ધ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજુઆતો કર્યા પછી હાલના સત્તાધીશો ધ્વારા મહેકમ મંજુર કરવામાં આવેલ જયારે આ અંગે સર્વાનુમતે ઠરાવ મંજુર કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો ધ્વારા આગવું પ્લાનીંગ હોય તે રીતે સીનીયોરીટીની બાબતમાં અગાઉના ઘણા સીનીયરોને અન્યાય કરી પોતાના અંગત લોકોને કાયમી કર્યા હોય , સફાઈ કામદારોમાં પણ આ બાબતે અસંતોષ વ્યાપેલ છે.
ત્યારે આગળ વિપક્ષ ઘ્વારા જણાવતા કે જો ૩૦ વર્ષથી અભણ સફાઈ કામદાર અગુંઠા લગાવીને પગાર લેતા હોય , અને પોતાની ફરજ વ્યવસ્થિત બજાવતા હોય તો નગરપાલિકાને કાયમી કરવામાં શા માટે ભળેલા હોવાનો દાવો કરવો જોઈએ ? અને જનરલ સભા ધારે તો સરકારશ્રીમાં રજુઆત કરી આ કર્મચારીઓને ન્યાય અપાવી શકતા હતા પણ ચોરની દાઢીમાં તીનકા તેમ પોતાના અંગત લોકોને જ કાયમી કરવાના હોય તેવી રીતે શાસકો ઘ્વારા કર્મચારીઓની બાબતને ધ્યાને લીધેલ નહી જે અન્યાયી બાબત છે . હાલમાં જે સીનીયોરીટીના લીસ્ટ મુજબ ૨૮ સફાઈ કામદારોને કાયમી કરવાના હતા તેમાં રોસ્ટર મુજબ અનામત જગ્યાઓ ઉપર લાગતા વળગતા કર્મચારીઓને જ કાયમી કરવાના હોય , તેમાં અલગ અલગ સામાજીક વર્ગના લોકોને કાયમી કરવા માટે અમુક જગ્યાઓ હજુ પણ ભરેલ નથી , પરંતુ ઓ.બી.સી.માં અગાઉ થી જ નકકી કર્યા મુજબ સત્તાધીશોના મામકાઓને ભરતી કરવાના આશયથી નગરપાલિકામાં છ માસથી આઉટ સોર્સથી એજન્સી દ્વ્રારા ફરજ બજાવતા બે કર્મચારીઓને લાયકાત ન ધરાવતા હોવા છતા ભરતી કરેલ છે . તેમજ આ બંને કર્મચારીઓ રોજમદાર પણ નથી આ બે કર્મચારીઓ સફાઈ અંગેનો અનુભવ ધરાવતા ન હોવા છતા તેઓને ગેર કાયદેસર રીતે ઓર્ડર આપી દીધેલ છે.
તેમજ સિહોર સ્થાનીક કક્ષાએથી અ.જ.જાતિમાં પાંચ કર્મચારીઓની ભરતી કરવાની હોય . તેમાં અધિકારીઓના ઉચ્ચકક્ષાએથી ભલામણ હોય સિહોરના સ્થાનીક અરજદારોએ અરજી કરી હોવા છતા તેઓને અન્યાય કરી બહારગામના લોકોને નીમણૂંક આપી દીધેલ છે . લાયકાત ધરાવનારી વ્યકિતઓ હોવાછતા એક કર્મચારીની ભરતી કરવામાં આવેલ નથી . તે પાછળનો સત્તાધીશોનો બદઈરાદો છે તેવો સણસણતો આક્ષેપ વિપક્ષ ઘ્વારા કરવામાં આવેલ આમ સતત પ્રશ્નોનો મારો ચલાવતા સત્તાધીશો બેબાકળા બની ગયા હતા તેવું સ્પષ્ટ જણાતું હતું અને અગાઉ આવા મુદાઓને લઈને ભાજપ ધ્વારા સત્તાનો દૂરઉપયોગ કરતા હોય તેમ અધવચ્ચેથી જ અમોએ જે નિર્ણય લીધો છે તેને અમો વળગી રહીએ છીએ તમારે માટે કોર્ટના દરવાજા ખુલ્લા છે . તેમ કહી બહુમતીના જોરે બાકીના મુદાઓ ઠરાવ ઉપર લઈ લેતા કોગ્રેંસ પક્ષે સુત્રોચ્ચાર અને હાય હાયના નારા લગાવી કાગારોળ મચાવી દીધો હતો