ભારતમાં સતત કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો હોય ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. આજે દેશમાં ફરી એકવાર 20 હજારથી વધુ લોકો કોરોના પોઝિટિવ જાહેર થયાં છે. આ સાથે થોડીક રાહતની વાત તો એ છે કે, 21 હજારથી વધુ લોકો કોરોનાથી સાજા થયા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ દેશમાં હાલમાં 1,35,364 કેસ સક્રિય છે.

Corona return in India? More than 20 thousand cases were reported in the last 24 hours

આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,551 નવા કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ કેસ રાજધાની દિલ્હીમાં 2,202 કેસ નોંધાયા છે. આ સાથે આજે 21,595 લોકો કોરોના વાયરસથી સાજા થઈ ગયા છે. આંકડાઓ મુજબ વર્તમાન સક્રિય કેસ 1,35,364 છે અને દૈનિક હકારાત્મકતા દર 5.14% છે.

Corona return in India? More than 20 thousand cases were reported in the last 24 hours

કોરોના બાદ હવે વિશ્વમાં મંકીપોક્સનો ખતરો વધી રહ્યો છે. તેવામાં ભારતમાં મંકીપોક્સના કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. આ બીમારીને લઇને કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે. કેન્દ્ર દ્વારા આ રોગને ફેલાતો અટકાવવા માટે રાજ્યને જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે.  સંક્રમણને લઇને ટાસ્કફોર્સની પણ રચના કરવામાં આવી છે. નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે.પોલની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ સહિત અન્ય ઘણા લોકો સમિતિમાં સામેલ છે. દિલ્હી સરકારે મંકીપોક્સને લઈને ત્રણ હોસ્પિટલોને આઈસોલેશન વોર્ડ બનાવવા કહ્યું છે.