ભાવનગરનો જાણીતો કલાકાર અને જુનિયર બચ્ચન તરીકે જાણીતા કલાકાર પીનાકીન ગોહિલ અમિતાભ બચ્ચનનું નવું રિલીઝ “ગુલાબો સીતાબો” ફિલ્મના બચ્ચનના લુકમાં તૈયાર થયા છે ભાવનગરના દરજી યુવાન પીનાકીન જુનિયર બચ્ચન માટે ફેમસ છે અગાઉ પણ જેમણે અનેક કાર્યક્રમો સ્ટેજ પોગ્રામ સાથે અમિતાભ બચ્ચનની અનોખો વખત રૂબરૂ મુલાકાત લીધી છે ત્યારે રવિવારના રોજ મુંબઈ જલસા બંગલો ખાતે અમિતાભ બચ્ચનના ન્યુ રિલીઝ ફિલ્મ “ગુલાબો સિતાબો” ના ન્યૂ લુકમાં તૈયાર થયા હતા. અને ખાસ વાત એ હતી કે ,આ ચેહરામાં તેનું નાક વધારે મોટું દેખાડવામાં આવ્યું છે ત્યારે જુનિયર બચ્ચન પીનાકીન દ્વારા પણ આ લુક તૈયાર થઈને રવિવારે જલસા બંગલો ખાતે મળવા ગયા હતા ત્યારે અમિતાબ બચ્ચન પણ પીનાકીન ગોહિલને જોઈ ચોકી ગયા હતા અને પીનાકીનના લુકને કલાકાર બચ્ચનને થોડા સમય માટે વિચારતા કરી મુક્યા હતા ત્યારે બચ્ચને કહ્યું હતું કે મારા દરેક પિક્ચરના ડ્રેસકોડ સાથે ખૂબ જ સરસ રીતે તમે મને મળો છો. અને મારી સફળતા માટે મારી પાસે આવી શુભેચ્છા મેળવો છો તેવું બચ્ચનને જણાવ્યું હતું ત્યારે ખાસ કરીને અમિતાભ બચ્ચનના જલસા બંગલા ખાતે રૂબરૂ મળવું એ ખૂબ અઘરી બાબત છે ત્યારે ભાવેણાના કલાકાર પીનાકીન ગોહિલની મહેનત અને નસીબ કારણે જ વારંવાર બચ્ચન સાથે મુલાકાત થઈ રહી છે