દર વર્ષ માફક આ વર્ષે પણ જબરદસ્ વાર્ષિક મહોત્સવનું આયોજન, કાર્યક્રમ માં સંતો મહંતો મહાનુભાવો અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા

બ્રિજેશ ગૌસ્વામી, હરેશ બુધેલીયા
સિહોરના વળાવડ ગામે આવેલ કન્યા વિધાલયનો ગઈકાલે ૧૯મો વાર્ષિક ઉત્સવ તથા વાલી સંમેલનનો કાર્યક્રમ વડવાળા ધામ દુધરેજ ના મહંત કણીરામ બાપુના આશિઁવચન સાથે અને ડો.અરૂણભાઈ દવેની અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે સંસ્થાના દાતા ચેતનભાઈ રશિકભાઈ દોશી તથા પારૂલબેન દોશી મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જેમ્સ વોકર ઈનમાર્કો હોસ્ટેલ વિગનું મુહરત કરેલ કણીરામ બાપુએ કરેલ.તથા રસોડાનું ઉદધાટન કરાયું હતુ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રીયાજભાઈ મેધાણી મુન્નાફભાઈ મેધાણી હાજરી પણ ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે કન્યા વિધાલય વળાવડની

વિધાથીઁઓએ રમત-ગમત નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતાં. સંસ્થાના પ્રમુખ મેહુરભાઈ લવતુકાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ અશોકભાઈ ઉલ્વાએ દિકરીઓ માટે સંસ્કાર સાથે શિક્ષણની સમજ આપી અને શાળાના આચાર્ય અમીનભાઈ ચૌહાણે આવકાર પ્રવચન આપેલ અમિતભાઈ એમ.લવતુકાએ આભાર વિધી કરી હતી અને ૧૯ માં વાર્ષિક મહોત્સવનું રંગારંગ સમાપન થયું હતું