બરવાળા લઠ્ઠાકાંડમાં પરિજનોની મદદે બોટાદ પોલીસ આવી છે. જેમાં મોભીના અવસાન બાદ પોલીસે બાળકોના ભણતરની જવાબદારી લીધી છે. તથા બોટાદ એસપી અને ડીવાયએસપીની ટીમ દેવગણા ગામ પહોચ્યા છે. તેમાં એક પરિવારના બાળકોના અભ્યાસની જવાબદારી પોલીસ ઉઠાવશે. કેમિકલ પીવાના મામલે દેવગાણા ગામે ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પોલીસ વહારે આવી છે. જેમાં જિલ્લા પોલીસવડા કરનરાજ વાઘેલા ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ સાથે દેવગાણા ગામે પહોંચ્યા છે. તેમાં પરિવારને સાંત્વના પાઠવી છે. તથા માતા આગાઉ જતા રહેલ હોઈ માત્ર પિતા એક બાળકી અને ત્રણ બાળકોની દેખરેખ કરતા હતા. તેમાં કનુભાઈ શેખલિયાનું કેમિકલ પીવાથી મોત થયું હતું.

Excellent decision! Botad police will be the 'guardian' of the children who lost their father's umbrella in the Lattha incident
બાળકોના અભ્યાસની જવાબદારી પોલીસ ઉઠાવશે જેમાં ચાર બાળકોની જવાબદારી મૃતકના મોટાભાઈ ગટુરભાઈ શેખલિયા ઉપર આવતા પોલીસે મદદ કરી છે. કારણ કે ગટુરભાઈને પોતાના ચાર બાળકો છે. હવે તેમના ભાઈના ચાર બાળકોની જવાબદારી તેમના શિરે આવી છે. જેમાં એક સાથે 9 બાળકોની જવાબદારી આવતા પોલીસ વહારે આવી છે. તેમાં જિલ્લા પોલીસ દ્વારા હાલ તમામ ચાર બાળકોને દત્તક લેવાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જેમાં પોલીસની કામગીરી બિરદાવવા લાયક કહી શકાય છે. તેમાં મૃતકના મોટા ભાઈ અને ભાભીના આંખોમાંથી આંસુ સરક્યા હતા.

Excellent decision! Botad police will be the 'guardian' of the children who lost their father's umbrella in the Lattha incident

પરિવારની હાલત અતિ કફોડી કનુભાઈના ઘરે પહોંચેલા બોટાદ એસપી ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યુ કે, બોટાદમાં થયેલા કેમિકલ કાંડમાં સંકળાયેલા લોકોને જિલ્લા પોલીસ દ્વારા જે પકડવાની કાર્યવાહી તો ચાલુ જ છે. પરંતુ આ વચ્ચે અમારા ધ્યાને આવ્યુ હતું કે, દેવગણાના કનુભાઈ સુરાભાઈનું અવસાન થયુ છે. તેમના પત્ની પણ સાથે નથી અને પરિવારમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. કનુભાઈના મોતથી ચારેયના માથેથી પિતાનો છાયો ગયો છે. ત્યારે બોટાદ જિલ્લા પોલીસે ચારેય બાળકોની શિક્ષણની જવાબદારી ઉપાડી છે. તેમના પ્રાથમિકથી કોલેજ સુધી જે પણ જરૂર હશે તો બોટાદ જિલ્લા પોલીસ તમામ ખર્ચ ઉપાડશે. તેમજ શિક્ષણ સિવાય કોઈ પણ મદદ માટે જરૂર હશે તો રાણપુર અને બોટાદ જિલ્લા પોલીસ જવાબદારી ઉપાડશે.