ભાવનગર ખાતે મહેન્દ્રભાઈ મેઘાણીનું ૧૦૦ વર્ષની ઉમરે નિધન, લોકમિલાપ’ના સ્થાપક – સંપાદક મહેન્દ્રભાઈ મેઘાણી કે જે ગુજરાતમાં ‘ગ્રંથના ગાંધી’ તરીકે બિરુદ પામ્યા હતા, મહેન્દ્રભાઈ ૯૬ વર્ષની ઉમર સુધી પણ લેખન-વાચનમાં યથાશક્તિ વ્યસ્ત રહેતા, તેમણે લખેલી અડધી સદીની વાચનયાત્રા અને મિલાપમાં સાહિત્ય રસ ઝરતો

Farewell to Mahendrabhai Meghani, who is the Gandhi of books! Mourning in the literary world
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ગુજરાતમાં “ગ્રંથના ગાંધી”નું બિરુદ પ્રાપ્ત કરનાર “લોકમિલાપ”ના સ્થાપક સંપાદક મહેન્દ્રભાઈ મેઘાણીનું ભાવનગર ખાતેના તેમના નિવાસ્થાને ૧૦૦ વર્ષની ઉમરે ગઈકાલે રાત્રે નિધન થયું હતું. આજે સવારે ૮ વાગે તેમની અંતિમયાત્રા તેમના નિવાસ્થાનેથી નીકળી હતી જેમાં તેમના પરિજનો ઉપરાંત સાહિત્યકારો-ગઝલકારો-લેખકો તેમજ તેમનાઆદર્શ જીવનને અનુસરી જીવનપથ પર અગ્રેસર થનાર અનેક લોકો જોડાયા હતા.જયારે સિંધુ નગર સ્મશાન ખાતે તેમના મોટા પુત્ર અબુલ મેઘાણીએ મુખાગ્ની આપી હતી અને તેમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. લોકમિલાપ’ના સ્થાપક – સંપાદક મહેન્દ્રભાઈ મેઘાણી કે જે ગુજરાતમાં ‘ગ્રંથના ગાંધી’ તરીકે બિરુદ પામ્યા હતા તેમને ૧૦૦ વર્ષની ઉમરે તેમના ભાવનગર ખાતેના ફૂલવાડી વિસ્તારમાં ઘરમાં ગત રાત્રીના અંતિમ શ્વાસ લીધા હતા.

Farewell to Mahendrabhai Meghani, who is the Gandhi of books! Mourning in the literary world

મહેન્દ્ર મેઘાણી ઝવેરચંદ મેઘાણીના નવ સંતાનોમાં સૌથી મોટા હતા નાને તેમની માતાનું નામ દમયંતીબેન હતું. મહેન્દ્રભાઈ મેઘાણીનો જન્મ તા.20,જૂન 1923ના રોજ થયો હતો, તેઓ 99 વર્ષ પૂર્ણ કરી ગત ૨૦ જુનના રોજ 100 માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો, તેનો જીવનમંત્ર હતો સારું કામ કરવું અને લોકોની વચ્ચે જ રહી લોક મિલાપ કરવો, તેઓ શરૂઆતમાં ઝવેરચંદ મેઘાણી ના પુસ્તકોનો ગામો ગામ જઈ પુસ્તકોનું વાંચન કરતા હતા, તેણે લોક મિલાપ ટ્રસ્ટ ની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના દિવસે લોક મિલાપ ટ્રસ્ટની સ્થાપના મુંબઈ ખાતે કરી હતી અને બંધ 1978ની સાલમાં બંધ થયું હતું.

Farewell to Mahendrabhai Meghani, who is the Gandhi of books! Mourning in the literary world

લોકમિલાપ’ના સ્થાપક સંપાદક મહેન્દ્ર મેઘાણી ગુજરાતમાં ‘ગ્રંથના ગાંધી’ બિરુદ પામ્યા હતા અને અત્યારે 96 વર્ષની ઉંમર સુધી પણ લેખન-વાચનમાં યથાશક્તિ વ્યસ્ત રહ્યા હતા. પોણી સદીથી મહેન્દ્ર મેઘાણીએ પુસ્તકો તેમજ સામયિકોનાં લખાણોનાં સંક્ષેપ, સંકલન, સંપાદન, પ્રકાશન, પ્રદર્શન અને નીવડેલા સાહિત્યનાં સમૂહવાચન થકી વાચન પ્રસારનું કામ કર્યું હતું અને ઝવેરચંદ મેધાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણીએ જાળવી રાખ્યો હતો. તેમણે લખેલી અડધી સદીની વાચનયાત્રા અને મિલાપમાં સાહિત્ય રસ ઝરતો હતો. કહી શકાય કે હવે અડધી સદીની વાચનયાત્રાનો ‘વિરામ’ થયો છે.