સિહોર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફાયર અંગેની મોકડ્રીલ અને તાલીમ યોજવામાં આવી હતી.ફાયર વિભાગ દ્વારા જાહેર સંસ્થા, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ સહિતના વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા જીવંત નિદર્શનનું જન જાગૃતિ સાથે આયોજન કરવામાં આવે છે. સિહોર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફાયર વિશેની બેઝિક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આગ ના લાગે તેના માટે કઈ-કઈ વાતની તકેદારી રાખવી અને જો કોઈ કારણોસર અચાનક આગ લાગે તો શું પગલાં ભરવાં તેની માહિતી સિહોર નગરપાલિકાના ફાયર ઓફિસરશ્રી કૌશિકભાઇ રાજ્યગુરુ અને ફાયરમેનશ્રી ધર્મેન્દ્રભાઇ ચાવડા દ્વારા આપવામાં આવી હતી.

Fire training was conducted at Community Health Center by Fire Department of Sihore Municipality
આ સાથે ફાયર એક્સટિંગ્વીશરનો ઇમરજન્સી સમયે કેવી રીતે ઉપયોગ કરવો, ફાયર ઇમરજન્સી જે પેનલ લગાડેલ છે તેનો ઉપયોગ કેમ થાય છે, વગેરેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. ટ્રેનિંગ અને તાલીમ દરમિયાન હોસ્પિટલના વહીવટકર્તાઓ સહિતના સ્ટાફે ઉપસ્થિત રહી આગ અકસ્માત અને તેના બચાવ અને રાહત કામગીરીથી માહિતગાર થયાં હતાં.