ગાજવીજ સાથે ભારે મેઘસવારી ; રસ્તાઓ તરબોળ ; ભારે વરસાદથી રસ્તાઓમાં નદીઓ વહી : નીચાળવાળા વિસ્તારોમાં પાણી પાણી ; અનેક વાહન ચાલકો અટવાયા ; લોકોમાં ખુશીની લહેર. સિહોર બપોર બાદ મેઘરાજા અનરાધાર વરસ્યા હતા.

From North Gujarat to Saurashtra Meghamehr! Find out where the rain has fallen

સાંજના પાંચ વાગ્યા આસપાસ પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો, અંદાજે એક કલાક સુધી મેઘરાજા તૂટી પડ્યા હતા, પવન સાથે ગાજવીજ વરસાદથી શહેરના અનેક રસ્તાઓમાં નદીઓ વહી ગઈ હતી, નીચલા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.  શહેરીજનો છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ગયા હતાં.

From North Gujarat to Saurashtra Meghamehr! Find out where the rain has fallen

ત્યારે આજે વરસાદ થતા શહેરીજનો હરખાયા હતા અને વરસાદમાં પલળવાની મજા પણ માણતા જોવા મળ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની સંભાવના છે. સિહોરમાં અચાનક સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવતા સાંજે પાંચ વાગ્યાથી શરૂ થયેલ ધોધમાર વરસાદે અનેક વિસ્તારો પાણીથી તરબોળ કરી દીધા હતા સતત એક કલાક સુધી વરસાદે બઘડાટી બોલાવી હતી ઘણા સમય પછી ભારે વરસાદના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સાથે જ શહેરીજનોને ભારે બફારાથી રાહત મળી છે જોકે રસ્તાઓમાં પાણી ભરાવવાના કારણે અનેક વાહન ચાલકો અટવાયા પણ હતા