ગઢડા સ્વામિના મંદિરના સાધુ ભાનુપ્રકાશના વીડિયોના ઘેરા પ્રત્યાઘાત, જ્ઞાતિ પ્રત્યે બફાટ વીડિયોથી ગઢડા ગામના લોકો ધુંવા પુંવા, વેપારીઓ લારી ગલ્લાવાળાઓ દ્વારા સ્વયંભૂ બંધ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રઘુવીર મકવાણા
ગઢડા સ્વામિના ગોપીનાથજી દેવ મંદિરમાં દેવ પક્ષને મળેલી સતા બાદ એક વર્ષ જેટલા ટુંકા સમયગાળા દરમ્યાન અનેક વિવાદોથી સતત ચર્ચામાં રહયુ છે.દેવ પક્ષ અને આચાર્ય પક્ષના આંતરિક વિવાદ બાદ દેવપક્ષના સાધુ અને વહીવટી બાબતોમાં હસ્તક્ષેપ કરતા સાધુ ભાનુપ્રકાશ દ્વારા વહીવટી ઓફીસ સંસ્થાના કર્મચારી સાથે ચાલી રહેલી વાતચીતનો એક વીડિયો સ્ટીંગ ઓપરેશનથી વાયરલ થયા બાદ આક્રોશ ફેલાયો છે. તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહયાં છે.આજે ગઢડામાં નાના-મોટા વેપારધંધા તથા લારી ગલ્લાવાળાઓએ સજજડ બંધ રાખેલ છે.

ગઢડા ગામ વિરુધ્ધ ટીપ્પણી કરાતા નગરજનોમાં ભારે રોષ છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. વાયરલ વીડિયો મુદે ગઢડા સજજડ બંધ છે.સાધુ ભાનુપ્રકાશે આ વાયરલ વીડિયોમાં શહેરની બે ચોકકસ જ્ઞાતિ વિરુધ્ધ ઝેર ઓકતા વિવાદ ઉભો થયો છે.આ વાયરલ વીડિયોના વિરુધ્ધમાં ગઢડાના વેપારીઓએ સજજડ બંધ રાખેલ છે. બીજી તરફ આ વીડિયોમાં થયેલી વાતચીત મુદે ભાનુપ્રકાશ તરફથી દિલગીરી વ્યકત કરતો વીડિયો પણ વાયરલ કરવામાં આવેલ છે.