ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુ સાથે શંખનાદને સીધી વાત, કહ્યું આવતીકાલે હું નથી જોડાવવાનો ભાજપમાં..હજુ સુધી મેં કોઈ સત્તાવાર નિર્ણય નથી લીધો

સલીમ બરફવાળા
સમી સાંજના ૭/૨૦ કલાકે રાજકારણ માટેની અતિ મહત્વની ખબરો મળી રહી છે કોંગ્રેસના ૮ ધારાસભ્યો કેસરીઓ ખેસ ધારણ કરવાની એક મહત્વના સમાચાર એવા પણ છે ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુ આવતીકાલે ભાજપમાં નથી જોડાવવાના તેવું તેમણે પોતે કહ્યું છે ગુજરાતમાં કોરોના મહામારી બેકાબૂ બની છે. ઓછા ટેસ્ટથી લઈ મૃત્યુદરને લઈ સરકાર સામે અનેક સવાલો ઉભા થયા છે. જેમ ચીન કોરોના લઈને આવ્યું હતું તેમ રાજ્યસભાની ચૂંટણી પહેલાં ભાજપે ગુજરાતની રાજનીતિમાં તોડોના વાઈરસ લઈને આવ્યું હતું.

આ વાયરસનાં સંક્રમણ કોંગ્રેસનાં ૮ નેતાઓને લાગ્યું હતું. અને આ ચેપનાં કારણે તેઓએ ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. જેનો સીધો લાભ ભાજપનાં નેતાઓને થયો હતો. અને ભાજપનાં ૩ ઉમેદવારોની રાજ્યસભાની ચૂંટણીમાં જીત થઈ હતી. હવે સુત્રો દ્વારા જાણકારી મળી છે કે, આવતીકાલે કોંગ્રેસમાંથી રાજીનામાં આપનાર ૮ ધારાસભ્યો ભાજપમાં જોડાશે આ તમામ ખબરો વચ્ચે એક મહત્વની ખબર એવી પણ મળી છે ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂં ભાજપમાં જોડાવવાના નથી આ અંગે શંખનાદે પ્રવીણભાઈ મારૂનો સંપર્ક કર્યો હતો.

જેઓએ કહ્યું હતું કે આવતીકાલે હું નથી જોડાવવાનો ભાજપમાં..હજુ સુધી મેં કોઈ સત્તાવાર નિર્ણય નથી લીધો..એટલે કે આવતીકાલે કોંગ્રેસના ધારાસભ્યો કેસરિયો ધારણ કરવાના છે જેમાં પ્રવીણ મારૂં નહિ જોડાઈ તે ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર છે.