કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકી આવતીકાલે ગુરૂવારે પોતાનું ફોર્મ ભરશે, જેમાં રાજ્ય કક્ષાના નેતાઓ હાજર રહેશે, કાર્યાલયનું પણ ઓપનિગ થશે


મિલન કુવાડિયા
ગઢડા બેઠક પર ચૂંટણી ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ઉમેદવારી ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે પ્રચાર પ્રસારના પડઘમો વાગી ચુક્યા છે ત્યારે આજે ગઢડા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે પોતાની ઉમેદવારી નોંધાવી છે..તેઓ મામલતદાર કચેરી પહોંચ્યા હતા..અને ત્યાં તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ…આત્મારામ પરમાના ફોર્મ ભરતા સમયે રાજ્ય સરકારના પ્રધાન કુંવરજી બાવળિયા અને ભાજપના નેતા ગોરધન ઝડફિયા ઉપસ્થિત રહ્યા હતા. ગઢડા સીટની પેટા ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મોહનભાઇ સોલંકીના નામની જાહેરાત થઈ છે જેઓ આવતીકાલે ગુરૂવારના ગઢડા ખાતે ઉમેદવારી પત્ર ભરતી વખતે કાર્યકર-મિલનમાં બહોળી સંખ્યા સમર્થન કરવા તથા કામે લાગી જવા અપીલ કરી છે અને આવતીકાલે પ્રદેશ નેતૃત્વ ઉપસ્થિત રહશે તેવું જાણવા મળ્યું છે જ્યારે કોંગ્રેસ કાર્યાલય પણ ખુલ્લું મુકવામાં આવશે.