ધરણા કાર્યક્રમમાં પચાસ હજાર શિક્ષકો જોડાયા હોવાનો દાવો : સિહોર ભાવનગરથી વિજયભાઈ આહીર, રાજેન્દ્રસિંહ સોલંકી, દીપશંગભાઈ ચુડાસમા સહિતનાઓએ ગાંધીનગર ખાતે હાજરી આપી

હરિશ પવાર
ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ઓલ્ડ પેંશન પુન સ્થાપન સયુંકત મોરચો ગુજરાત , રાષ્ટ્રીય સયુંકત મોરચો ગુજરાત અને રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંધ ગુજરાતે યોજયેલ વિરાટ ધરણા કાર્યક્રમમાં સિહોર સાથે જીલ્લાના શિક્ષકો જોડાયા હતા ગાંધીનગરમાં 50,000થી પણ વધારે શિક્ષકો ઉપસ્થિત રહ્યાનો દાવો થયો છે અહીં વિવિધ વિભાગના કર્મચારીઓ હાજર રહેલ આ વિરાટ ધરણા કાર્યક્રમમાં ભાવનગર જિલ્લામાંથી પણ 2200 કરતા વધારે શિક્ષકમિત્રો માતુશક્તિ અને વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંધ ભાવનગર ના અધ્યક્ષ વિજયભાઈ આહીર , જિલ્લા મંત્રી રાજેન્દ્રસિંહ સોલંકી , ઉપાધ્યક્ષ અશોકભાઈ ઉલવા ,

રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંધ સિહોર ના અધ્યક્ષ દીપસંગભાઇ ચુડાસમા , રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંધ સિહોર ના ધીરુભાઈ સોલંકી , પ્રણવભાઈ વ્યાસ , હિતેશભાઈ કુંવરાની , નિરવભાઈ ચૌહાણ , મુકેશભાઈ ચૌહાણ , જીજ્ઞેશ રાઠોડ , શેલારભાઈ ચોવટિયા , દિનેશભાઇ , ભાવેશભાઈ રોય , કિશનભાઈ પંડ્યા , શૈલેષભાઇ સોલંકી , સુખદેવભાઈ ધીડ , વગેરે ઉપસ્થિત રહેલ ઉપસ્થિત રહેલ અને આગેવાનો એ સરકારને અલટીમેટમ આપેલ કે જો વિધાનસભા સામાન્ય ચૂંટણી પહેલા જૂની પૅશન યોજના શરૂ કરવામાં નહિ આવે તો વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં તેમના ઉગ્ર પરિણામ જોવા મળશે તેવુ ઉપસ્થિત સૌ કર્મચારીઓએ કેસરિયા કરી આહવાન આપેલ