ગારીયાધાર પંકના નદી કાંઠા વિસ્‍તારમાં બેફામ ખનિજ ચોરીનો વિડીયો સોશ્‍યિલ મિડીયામાં વાયરલ

શંખનાદ કાર્યાલય
રાજ્યમાં અનેક વખત ખનીજ ચોરો બેફામ બનવાના અહેવાલો સામે આવતા હોય છે અને સરકારી તંત્રનો ડર ના હોય તેમ ખુલ્લેઆમ ખનીજ ચોરી કરતા હોય છે. તંત્રની બાજ નજર છતાં જિલ્લામાં રેતીની ખનન અને ખાણ ખનીજ ચોરીના વધતા જતા બનાવો સ્થાનિક તંત્ર અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓની મીઠી નજરને કારણે છે. જેથી ખાણ ખનીજ ચોરી અટકાવવા હવે સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતા હોય છે.  આ વિશે મળતી માહિતી પ્રમાણે ગારિયાધાર તાલુકામાં ખનીજ ચોર બેફામ બન્યા હોવાની માહિતી સામે આવી છે. તાલુકાના અનેક વિસ્તારોમાં બેફામ થઈ રહેલી ખનીજ ચોરીનો વિડિયો વાયરલ થયો છે, જેણા કારણે તંત્ર સહિત નેતાઓમાં ખળભળાટ મચ્યો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે.

ગ્રામ્ય વિસ્તારમાં પૂરપાટ ઝડપે ગાડી દોડાવતા ખનીજ માફીયાઓ લોકોને પણ ગાંઠતા નથી. ખનીજ માફીયાઓના વાહન સાથે ટકરાઈને અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. તેમ છતાં અહેવાલ પ્રસારિત થતાં તંત્ર નહિવત્ કામગીરી દેખાડી આરામ ફરમાવતા હોવાના અનેક આક્ષેપો થઈ રહ્યા છે. તાલુકાના અનેક ક્ષેત્રોમાં રેતી ચોરી કરતા ખનન માફિયાઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે તેના વિશે જનતા જવાબ માંગી રહી છે. સેંકડો વાહનો સાથે નદીકાંઠા વિસ્તારમાં થઈ રહેલી બેફામ ખનીજ ચોરીનો વિડિયો વાયરલ થયો છે. ત્યારે ખનીજ ચોરી અટકાવવા માટે સરકારી તંત્રએ કડક પગલા લેવા જરૂરી છે તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાઈ રહ્યુ છે ગેરકાયદે ખનીજ ચોરીના પગલે સરકારી તિજોરીને મોટુ નુકશાન થતુ હોય છે ત્યારે ખનીજ ચોરી અટકાવવી જોઈએ.