દિવાળી સુધી સવાર-સાંજ ઠંડક અને બપોરે ધોમધખતો તાપ અનુભવાશે

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાંથી ચોમાસાએ વિધિવત વિદાય લીધા બાદ શહેરીજનોએ શિયાળાની કડકડતી ઠંડીની મજા માણવા માટે હજુ પખવાડીયાની રાહ જોવી પડશે. ત્યાં સુધી બપોરે ઉનાળા જેવો ધોમધખતો તાપ અને સાંજે ઠંડક એમ બે ઋતુનો અનુભવ થશે. હવામાનના બુદ્ધિજીવીઓનું માનવું છે ચોમસાએ વિધિવત વિદાય લીધા લઈ લીધી છે શિયાળાની ઋતુની શરૃઆત થવાના આડે હજુ પંદર દિવસનો સમય છે. ત્યાં સુધી શહેરીજનોએ શિયાળો અને ઉનાળો એમ બે ઋતુનો અનુભવ માણવા મળશે. સવારે અને સાંજે ઠંડકભયો માહૌલ અને બપોરે ઉનાળા જેવા ધોમધખતા તાપ પડશે. દિવાળી પછી શિયાળાની ઋતુની વિધિવત શરૃઆત થશે. જોકે કયારેક વાદળો ધેરાવાની સાથે માવઠુ પણ થઇ શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here