તંત્ર એ કોઈ કારણોસર બોર્ડને હટાવતા દલિત સમાજમાં રોષ, આગેવાન માવજી સરવૈયા સહિત બસ્સો થી ત્રણસો લોકો જામવાળી ગામે દોડી ગયા

ફરીવાર બોર્ડ લગાવામાં નહિ આવે ત્યાં સુધી મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન તેમજ તંત્ર સામે પોલીસ ફરિયાદ કરાશે-માવજી સરવૈયા સાથે સીધી વાત
વિશાલ સાગઠીયા
પાલીતાણા તાલુકાના જામવાળી ગામે દલિત સમાજની વર્ષો જૂની જમીન આવેલી હોઈ જેમાં ગામના બીજી સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઈને 1 વર્ષે પહેલા સામસામે ફરિયાદો થયેલ હોવાની વાત હાલ પ્રાથમિક તબકકે સામે આવી છે જ્યારે આજે ફરી આ મુદ્દો વિવાદ થયો છે આજે પાલીતાણાના તંત્ર અને તેમના સ્ટાફ દ્વારા જામવાળી ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરજીનું લગાવેલું બોર્ડ કાઢી નાખવામાં આવતા દલિત સમાજમાં રોષ ની લાગણી જોવા મળી હતી. જ્યારે આ મામલે દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ પાલીતાણા મામલતદાર કચેરીએ ધરણા પર બેસી ગયા અને જ્યાં સુધી ફરી બોર્ડ લાગડવામાં નહીં ત્યાં સુધી મામલતદાર કચેરીએ દલિત સમાજના લોકો દ્વારા ધરણા પર બેસવામાં આવશે તેવી દલિત સમાજના આગેવાનો દ્વારા ચિમકી ઉચ્ચારવામા આવી છે ત્યારે આ બોર્ડના વિવાદ મામલો ચર્ચાન ચગડોળે ચડ્યો છે