આજે સમગ્ર દેશમાં અને રાજયમાં આજથી ટ્રાફિકનો નિયમ શરૂ થયો છે જેમાં લોકોમાં પ્રબળ રોષ જોવા મળે છે નિયમ અને કાયદાઓ વચ્ચે આજે એક પોલીસ અધિકારીનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જોકે આ વિડિઓ ક્યાંનો છે તે જાણવા મળ્યું નથી પરંતુ તે અધિકારી એમના સ્ટાફને જે ટ્રાફિક બાબતની સમજણ આપે છે તે કાબિલે તારીફ છે અને આ અધિકારી પાછળ એક માણસ જીવે છે તે કહેવું યોગ્ય ગણાશે હાલના સમયમાં સામાન્ય માણસને ખાખી વર્દીથી ડર લાગતો હોય છે, તેવા સમયમાં જો ખાખી વર્દીની હુંફ અને સુરક્ષાનો અનુભવ કોઈને થાય તો તે અનુભવ તે વ્યક્તિ જ વર્ણવી શકે. જોકે પોલીસ ખાતાના ઈતિહાસમાં ઘણા પોલીસકર્મી અને અધિકારીઓએ પોતાની માનવતાની મહેકથી ખાતાની જાહેરમાં સરાહના થાય તેવા ઘણા કામો પણ કર્યા જ છે. આજે સોશ્યલ મીડિયામાં થયેલા વિડિઓ વાઇરલ એક અધિકારી એમના સ્ટાફને જે રીતે તાકીદ અને પ્રજા પ્રત્યેની લાગણી એમના એક એક શબ્દોમાં દેખાઈ છે લાગે કે ખાખી વર્દી પાછળનો માણસ પણ જોવા મળ્યો આ પ્રકારના અધિકારીઓને થેન્કયું સાથે સેલ્યુટ કરવાનું પણ મન ચોક્કસ થાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here