રાજ્ય સરકારના અણધણ વહીવટને લઈ કોંગ્રેસ દ્વારા રજુઆત આવેદન અપાયું, સવારે કોંગ્રેસની રજૂઆત અને બપોરે સરકારે ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો, જોકે ફરી પરીક્ષા લેવાશે

હરેશ બુધેલીયા
બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષા રદ કરવામાં આવતા લાખો વિધાર્થીઓને અન્યાય થયો છે. ત્યારે સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન આપી આક્રોશભેર રજૂઆત કરી હતી જોકે બપોર બાદ રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા ફરી લેવા માટેનો નિર્ણય કર્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાના પ્રયત્નોમાં સફળ રહ્યું છે અને ફરી એજ સિસ્ટમ અનુસાર પરીક્ષા લેવામાં આવશેની જાહેરાત નીતિનભાઈ દ્વારા કરવામાં આવી હતી જોકે પ્રદેશ જિલ્લા કોંગ્રેસના આદેશ મુજબ સિહોર શહેર અને તાલુકા દ્વારા આજે સવારે કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ક્યાં કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી. તે અંગે તપાસની માંગ કરી છે. બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષા માટે ૧૦ લાખ ૪૫ હજાર વિધાર્થીઓ તેયારી કરી રહ્યા હતા. છેલ્લા દોઢ વર્ષથી વિધાર્થીઓ પરીક્ષા માટે તેયારી કરી રહ્યા હતા . રાજય સરકાર દ્વારા એકાએક પરીક્ષા રદ કરવામાં આવતા લાખો વિધાર્થીઓ મહેનત પર પાણી ફરી વળ્યું છે તેવી આક્રોશ સાથે રજુઆત કરી હતી અહીં જયદિપસિંહ ગોહિલ, ગોકુળભાઇ આલની આગેવાની હેઠળ કિરણભાઈ ઘેલડા, ધીરૂભાઈ ચૌહાણ, દિલીપસિંહ પરમાર,કાન્તિભાઈ ચૌહાણ, પ્રતાપસિંહ મોરી, મુકેશભાઈ જાની, ઇકબાલભાઇ સૈયદ, સુભાષભાઈ રાઠોડ, દર્શક ગોરડીયા, છોટુભા રાણા, યુવરાજ રાવ, ધમભા કનાડ, ચેતન ત્રિવેદી, ડી.પી.રાઠોડ, પી.ટી.સોલંકી જેસીંગભાઇ મકવાણા,પરેશભાઇ બાજક,મનુભાઇ વાઘેલા, ચંદુભાઇ સરવૈયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાયઁકરો સાથે અનેક ભોગબનેલા વિદ્યાર્થીઓ હાજર રહયા હતા