ડે કલેકટર ગોકલાણી, મામલતદાર નિનામાં, ચિફઓફિસર બરાડ, સહિત ભાજપ કોંગ્રેસના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

હરેશ પવાર
આજરોજ સરકારની યોજનાઓનો લાભ અને સહાયતા અંગે ના વ્યક્તિગત પ્રશ્નો ના તત્કાલ નિકાલ માટે સિહોર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તેમજ પાલિકાના પ્રમુખ શ્રી દીપતિબેન ત્રિવેદીની ઉપસ્થિતમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવકના દાખલા. જાતિના દાખલા. આધારકાર્ડ રેશનકાર્ડ લગતી અરજી અમૃતમકાર્ડ.વિધવા નિરાધાર સહાય. પી.જી.વી.સી.એલ.ની.કામગીરી. આરોગ્ય હેલ્થ.ફોરેસ્ટ વિભાગ સમાજ સુરક્ષા વિભાગ. બેકિંગ ખાતા ખોલવા સમાજકલ્યાણ શાખા. સિહોર ગેસ એજન્સી તેમજ દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રી આજીવિકા મિશન અંતર્ગત 14 લાભાર્થી ઓને લોન મંજૂર કરવામાં આવી હતી જેમાં બેન્ક ઓફ બરોડા.યુનિયન બેન્ક ની સરાહનીય કામગીરી જોવા મળી હતી સિહોર મામલતદાર કચેરીના મહેસૂલ શાખાના મામલતદાર રણજીતસિંહ મોરી ની સીધી દેખરેખ હેઠળ ઝડપી અને નિર્ણાયક કામગીરીથી સ્થળ ઉપર વિવિધ દાખલા ઓ આપવામાં આવેલ. તેમજ ચીફ ઑફિસર બરાડ દ્વારા લાભાર્થીઓને માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ આ કાર્યક્રમ ને સફળબનાવવા એન્જિનિયર નીતિનભાઈ પંડ્યા.પરેશભાઈ ભટ્ટ. ભરતભાઈ ગઢવી તેમજ આ સેવસેતુ સંચાલક વિજયભાઈ વ્યાસ.તેમજ તમામ નગરપાલિકા વિભાગ તેમજ અન્ય સરકારી કચેરીના વિવિધ શાખા ઓના કર્મચારીઓ એ જહેમત ઉઠાવી હતી..આ સાથે ભાજપ તેમજ કોંગ્રેસ ના નગરસેવકો રાજકીય આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here