મોદીએ કહ્યું – મંદિર બન્યા બાદ અયોધ્યાની ભવ્યતા જ નહીં વધે, આ ક્ષેત્રનું સમગ્ર અર્થતંત્ર જ બદલાઈ જશે.

મોદીએ કહ્યું- આ મારું સૌભાગ્ય છે કે, રામ જન્મભૂમિ ટ્રસ્ટે મને બોલાવ્યો અને મને આ ઐતિહાસિક પળના સાક્ષી થવાનો મોકો આપ્યો

વર્ષો સુધી ટેન્ટ નીચે રહેલા રામલલ્લા માટે હવે ભવ્ય મંદિર બનશે, ટૂટવું અને ફરી ઉભા થવું સદીઓથી ચાલી રહેલા આ ક્રમથી રામ જન્મભૂમિ આજે મુક્ત થઈ છે

મિલન કુવાડિયા
અયોધ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન પછી સંબોધન કર્યું છે. તેમણે કહ્યું કે, અહીં મારું આવવું સ્વાભાવિક હતું. કેમકે રામ કાજ કિજે બિના મોહિ કહાં વિશ્રામ. ભારત આજે ભગવાન ભાસ્કરના સાનિધ્યમાં સરયુના કિનારે એક સ્વર્ણિમ અધ્યાય રચાઈ રહ્યો છે. સોમનાથથી કાશી વિશ્વનાથ, બોધગયાથી સારનાથ સુધી, અમૃતસરથી પટના સહિત સુધી, લક્ષદ્વીપથી લેહ સુધી આજે સમગ્ર ભારત રામ મય છે. મોદીના ભાષણના મહત્વના મુદ્દા રામની ગૂંજ સમગ્ર દુનિયામાં પહેલા પ્રભુ રામ અને માતા જાનકીને યાદ કરી લો. સિયાવર રામચંદ્રની જય, જય શ્રી રામ.

આજે આ જયઘોષ ફકર સીતારામની નગરી અયોધ્યામાં જ સાંભળવા નથી મળતી, આની ગૂંજ સમગ્ર વિશ્વભરમાં સંભળાઈ રહી છે. દરેક દેશવાસીઓ અને દુનિયાભરમાં રહેતા કરોડો-કરોડો ભારતના ભક્તોને, રામભક્તોને આજે આ પવિત્ર અવસર પર કોટી-કોટી અભિનંદન. આ મારું સૌભાગ્ય છે કે રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મને બોલાવ્યો અને મને આ ઐતિહાસિક પળનો સાક્ષી બનવાનો અવસર આપ્યો. હું હૃદયપૂર્વક ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરું છું સદીઓની પ્રતીક્ષા પૂરી થઈ આજે સમગ્ર દેશ આનંદિત છે, દરેકનું મન દીપમય છે.

આજે સમગ્ર ભારત ભાવુક છે. સદીઓની પ્રતીક્ષા આજે સમાપ્ત થઇ છે. કરોડો લોકોને આજે વિશ્વાસ થઇ રહ્યો નહિ હોય કે તેઓ જીવતે જીવ આ પાવન અવસરને જોઈ રહ્યા છે. વર્ષોથી ટેન્ટની નીચે રહેતા રામલલા માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે. તૂટવું અને ફરી ઉભું થવું સદીઓથી ચાલી રહેલ આ ક્રમથી રામ જન્મભૂમિ આજે મુક્ત થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here