ખેડૂતોને ફોર્મ ભરવાની માર્યાદિત મુદત અને વીસીઇની હડતાલ : જાયે તો જાયે કહાં જેવો ઘાટ : સરકાર તાત્કાલિક ઉકેલ લાવે : નરેશભાઈ ડાંખરા


મિલન કુવાડિયા
ગુજરાત સરકારે એકધારા વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુક્શાનના વળતર અને સાથે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેની નોંધણી આજથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ પોતાની પડતર માંગણીઓના નિકાલ માટે વીસીઇ સંગઠને ૩૦મી સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદા આપી હતી તે ગઈકાલે પુરી થઇ. એમની માંગણીઓ બાબતે સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા થઇ નથી તેથી આજથી ગુજરાત આખાના વીસીઇ હડતાલ પર ઉતર્યા છે ત્યારે વહેલી તકે સરકારે ઉકેલ લાવવો જોઈએ હાલ ખેડૂતોને ફોર્મ ભરવાની મર્યાદિત મુદત અને વીસીઇની હડતાલ જાયે તો જાયે કહાં જેવો ઘાટ હાલ સર્જાયો છે ત્યારે સરકાર તાત્કાલિક ઉકેલ લાવે તેવી માંગ ખેડૂત આગેવાન નરેશભાઈ ડાંખરાએ કરી છે

સરકારનો અડધણ વહીવટ ખેડુત આગેવાન : દશરથસિંહ

આજથી પાક નુકશાની તથા ટેકા ભાવે મગફળી નુ ખરિદી નુ ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલુ થવાનું છે પણ ગામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર મંડળ અગાઉના વર્ષના પીએમ કિસાન સન્માન નીધી ગત વર્ષે ના કુષી સહાય ,ટેકાના ભાવનુ રજીસ્ટ્રેશન,આ બધા કમીશન નુ સરકાર વીસીએને આપ્યા નથી આજ દિન સુધી ચુકવેલ ન હોવા ના કારણે ઓપરેટર મંડળ દ્વારા થતા કામોની હડતાલ પાડી અને વીસીએના તમામ કામોનો બહિષ્કાર કરેલ હોવાથી ગુજરાત રાજય ના લાખો ખેડૂતો ને હેરાન થશે સરકાર કરોડો ના પેકેજ તો જાહેર કરે છે પણ ખેડુતો ને ઘર આગણે જેના દ્વારા રજીસ્ટ્રેશન કરી આપતા હોય તેઓ ને સામાન્ય રકમ ન ચુકવી ને ખેડુતો અને આમ જનતા હેરાન પરેશાન થાય એવો અણઘડ વહીવટ કરી રહી છે તેવું કહીને ખેડૂત આગેવાન દશરથસિંહે રોષ વ્યકત કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here