ભાવનગરમાં હાથરસની ઘટના મામલે રેલી અને આવેદન.

બ્રિજેશ ગૌસ્વામી
હાથરસ સામુહિક દુષ્કર્મ મામલે આજે ભાવનગર ખાતે એક વિરોધ પ્રદર્શન કરતી રેલી યોજાય હતી.સફાઈ કામદારો અને વિવિધ યુનિયનો આ રેલીમાં જોડાયા હતા.મોતીબાગ ટાઉનહોલ ખાતે મોટી સંખ્યામાં કામદારો જોડાયા હતા.અને મૌન રેલી કાઢી બેનરો સાથે જિલ્લા કલેકટર પહોચ્યા હતા. આ ઘટનામાં આરોપીઓને કડક સજાની માંગ સાથે નું કલેકટર ને આવેદનપત્ર પાઠવી તેમની આ માંગને તંત્ર સુધી પહોંચાડવા અપીલ કરી હતી.જ્યારે આ રેલીમાં સોશીયલ. ડિસ્ટન્સ નો ખુલ્લેઆમ ભંગ થયો હતો.જ્યારે પ્રસાશન મુક પ્રેક્ષક બની આ તમાશો જોઈ રહ્યું હતું. ઓફિસો માં પહોંચી દંડ ફટકારતા મનપા ના લોકો ને આ રેલીમાં થતો ખુલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ નજરે પડતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here