નિષ્કલંક મહાદેવના દર્શન-સ્નાન કરી રીક્ષામાં પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો

હરેશ પવાર
ભાવનગર-કોળીયાક હાઈવે પર જૂના રતનપર ગામના પાટીયા પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રીક્ષામાં સવાર 10 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. જેથી તમામને સારવાર અર્થે 108 દ્વારા સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ તમામ લોકો કોળીયાકમાં નિષ્કલંક મહાદેવના દર્શન-સ્નાન માટે ગયાં હતાં જ્યાથી પરત આવતી વખતે તેઓને અકસ્માત નડ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર આજે વહેલી સવારે શહેરના એક વિસ્તારમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ બેસતા મહિના નિમિત્તે કોળીયાક સમુદ્રમાં આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન-સ્નાન માટે ગયાં હતાં.

જયાથી રીક્ષામાં પરત ભાવનગર આવી રહ્યાં હતાં. તે વેળાએ જૂના રતનપર ગામ નજીક આડી સડક પાસે સામેથી આવી રહેલા કાર ચાલકે રીક્ષાને અડફેટે લેતાં રીક્ષામાં સવાર 13 મુસાફરોને નાનીમોટી ઈજા થઈ હતી. આ અકસ્માતને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને 108 આવે ત્યાં સુધી ટ્રાફિક પોલીસ દ્વારા બાળકોને ફર્સ્ટ એઇટ કિટ દ્વારા તત્કાળ પાટા પિંડી કરી ઉમદા કામગીરી કરી હતી. ત્યારબાદ 108ની ટીમ આવતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ ઘોઘા પોલીસને થતાં પોલીસ કાફલો તથા હાઈવે ટ્રાફિક પોલીસનો સ્ટાફ સ્થળપર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here