ભાવનગર મેનેજમેન્ટ વિધાશાખામાં બહાલી વગરના વ્યક્તિને મૌખીક પરીક્ષા ના ચેરમેન બનાવતા સેનેટ સભ્યે કરી રજુઆત
બ્રિજેશ ગોસ્વામી
મહારાજા કૃષ્ણકુમારસિહજી ભાવનગર યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ વિધાશાખામાં બહાલી વગરના વ્યક્તિને મૌખિક પરીક્ષાના ચેરમેન બનાવતા સેનેટ સભ્ય મહેબૂબ બ્લોચે લેખિતમાં રજુઆત કરીને કહ્યું હતું કે અમો દ્રારા અગાઉ પણ રજુઆત કરેલ કે પરીક્ષા ની કામગીરી માં મંજૂરી વગર ના કોઈપણ વ્યક્તિ ને પરીક્ષાને લગતી કામગીરી સોપવી નહિ.અમો દ્રારા કે.પી.ઈ.એસ કોલેજ ના જગત ભટ્ટની માન્યતા બાબતે અગાઉ આપશ્રી ને જણાવેલ અને તેમની માન્યતા ના રેકોર્ડ ચકાસતા તે જગતભટ્ટ ને યુનિવર્સિટી ના નિયમ મુજબ બહાલી મળેલ ન હોય તેવી એમ.બી.એ માં લેવા થી પણ દુર કરેલ હતા.
તારીખ ૫/૪/૨૦૨૨ ના રોજ બી.બી.એ સેમ-૪ ની મૌખીક પરીક્ષા માં આ જગતભટ્ટને ચેરમેન બનાવતા અમોને પણ માન્ય માં ન આવેલ પરંતુ તે અંગે કુલસચિવ તથા ડીન ને જાણ કરતા તેમના દ્રારા જગતભટ્ટ ને ચેરમેન બનાવેલ તે હકીકત સાચી છે.તેમ જણાવેલ પરંતુ કયા આધારે આવા વ્યક્તિ કે જેમતે યુનિવર્સિટી ના મંજુરી ન મળેલ હોય તેવા ને પરીક્ષા ને મજાક બનાવવા ચેરમેન બનાવવા આવેલ આ બાબતે તાત્કાલિક તપાસ કરવા અને જવાબદાર સામે પગલા ભરવા અને જગતભટ્ટ ને જાણ હોવા છતા વિગત છુપાવી યુનિવર્સિટી પરીક્ષા વિભાગ ને ગેરમાર્ગે દોરવા બદલ પ્રતિબંધ મુકવા કાયઁવાહી કરવી અમારી લાગણી છ. જે અંગે યોગ્ય કરવા અંગે લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.