પ્રથમદિને મંત્રીએ ૧૪ લાખના કામોનું કર્યું ખાતમુહુર્ત, ભરતનગરમાં બે અલગ અલગ મોર્ડન આંગણવાડીનું થશે નિર્માણ, સ્ટીલની ડીશો અને ચમચી નું કરાયું વિતરણ.

મિલન કુવાડિયા
ભાવનગરમાં આજથી આઠ દિવસ સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જેમાં દરરોજ અલગ અલગ જગ્યાઓ પર વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્તના કાર્યક્રમો યોજાનાર છે. વિકાસ સપ્તાહના પ્રથમદિને આજે રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે ભરતનગર વિસ્તારમાં કુલ રૂ. ૧૪ લાખના તૈયાર થનાર બે મોર્ડન આંગણવાડી ની તકતીનું અનાવરણ-ખાતમુહુર્ત કર્યું હતું. આ તકે ભાવનગરના મેયર મનહરભાઈ મોરી, કમિશ્નર ગાંધી સહિતના લોકો સાથે જોડાયા હતા. આ તકે ઉપસ્થિત મહેમાનોનું બુક્સ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર પૂર્વ ઝોનની આંગણવાડીની મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી.

કાર્યક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય કરી મંત્રીએ સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી તેમજ આગામી એક સપ્તાહ સુધી વિકાસના કામોની વણઝાર એટલેકે અનેક વિકાસના કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ સહિતના કામો થશે. સાથે સાથે આંગણવાડી કેન્દ્ર પર આવતા ૩ થી ૬ વર્ષના બાળકો ને સરકાર તરફથી જે ગરમ નાસ્તો કે ભોજન પીરસવામાં આવે છે તે સ્ટેઇનલેસ સ્ટીલની ડીશોમાં જામી શકે તે માટે ૧૭૨ આંગણવાડી કેન્દ્રોમાં ૨૫ -૨૫ ડીશ-ચમચી ના સેટ આપવામાં આવ્યા હતા. જેનાથી ૪૩૭૫ બાળકો તેમાં ભોજન લઇ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here