ડીગ્રી ફોર્મ ભરવાની કામગીરી એક વર્ષથી બંધ છે ક્યારે શરૂ કરવાના છો.? તાત્કાલિક શરૂ કરો : મહેબૂબ બ્લોચ

મિલન કુવાડિયા
ભાવનગર યુનિવર્સિટીમાં ડ્રિગી ફોર્મ ભરવાની કામગીરી છેલ્લા એક વર્ષથી બંધ છે તે તાત્કાલિક શરૂ કરવા મહેબૂબ બ્લોચે માંગ કરી છે યુનિવર્સિટીમાં છેલ્લા ૧ વર્ષ જેવા લાંબા સમયગાળાથી પદવી પ્રમાણપત્ર ભરવાની કામગીરી અકારણસર બંધ છે જેના કારણે વિધાથીઁઓને ખુબજ મુશ્કેલી પડે છે મેડીકલ જેવી ફેકલ્ટી માં આગળ અભ્યાસ માટે ફરજીયાત પદવી પ્રમાણપત્ર જોઈએ છે.આવા સંજોગોમાં વિધાથીઁઓને ના છુટકે કામચલાઉ પદવી મેળવવા ફોર્મ ભરવા પડે છે.અને ફ્રી ભરવી પડે છે. આવા સંજોગોમાં જયા સુધી પદવી પ્રમાણપત્ર ભરવાનું શરૂ ન થાય ત્યાં સુધી કામચલાઉ પદવી ની ફ્રી નહી વસુલવી અને તાત્કાલિક અસર થી પદવી પ્રમાણપત્ર ભરવાનું શરૂ કરવા મહેબૂબ બ્લોચે લાગણી વ્યક્ત કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here