એકત્ર થયેલ ૮૫ બોટલ રક્ત સર.ટી.હોસ્પિટલને અર્પણ કરાયુ.


દેવરાજ બુધેલીયા
૧૫ મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વ નિમિતે રાષ્ટ્ર સેવાના ભાવથી કોરોના નામની વિશ્વવ્યાપી મહામારીના કારણે ભવિષ્યમાં સર્જાવાની અનિશ્ચિત પરીસ્થીતીને પહોચી વળવાનાં ભાગરૂપે ગરિમા ફાઉન્ડેશન – ગારીયાધારની પ્રેરણાથી તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ દ્વારા તા -૧૫ ઓગસ્ટ -૨૦૨૦ ને શનિવારનાં રોજ આરાધ્યા વિદ્યાસંકુલ રામપરા રોડ તળાજા ખાતે રક્તદાન મહાદાન કેમ્પ તેમજ આ દેશની આઝાદીમાં જે વીર શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે તેમની સ્મૃતિનાં ભાગરુપે ભારતમાતા પૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલ ૮૫ બોટલ રક્ત સર.ટી.હોસ્પિટલને અર્પણ કરાયું.કાર્યક્રમને સફળ બનાવવા શાળા સંચાલક વૈભવ જોષી આચાર્ય પ્રશાંતભાઈ ભટ્ટ સહિતના સ્ટાફમણે જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમ પૂજ્ય સંતશ્રી રમજુબાપુ ( અંબિકા આશ્રમ સાંગાણા ) ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો . આ પ્રસંગે દક્ષાબા સરવૈયા , ( પ્રમુખ તળાજા નગરપાલિકા ) , આશાબેન મકવાણા ( પ્રમુખ તાલુક : પંચાયત ) , ભીમજીભાઈ પંડ્યા ( ચેરમેન માર્કેટિંગ યાર્ડ ) , ડૉ.એ.પી.મારડીયા ( પ્રમુખ શહેર ભાજપ ) તેમજ ડેપ્યુટી કલેકટર , મામલતદાર , પી.એસ.આઈ.સહિતના વિવિધ રાજકીય , સામાજિક અને શૈક્ષણિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ તેમજ ભારતમાતા પૂજન કાર્યક્રમ યોજાયો હતો . આ તકે રક્તદાન કરવા મોટી સંખ્યામાં તળાજા શહેરની દેશપ્રેમી જાહેર જનતાને ઉપસ્થિત રહી દેશ પ્રત્યેનું ઋણ ચુકવી સમાજ જીવનને નવી પ્રેરણા આપવા રક્તદાન સાથે અન્યના જીવનદાતા બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here