આજે મંત્રીઓની ઉપસ્થિતિમાં કાર્યાલય નું થયું ઉદઘાટન, મોટી સંખ્યામાં કાર્યકારો રહ્યા ઉપસ્થિત, સોશિયલ ડિસ્ટન્સ ન જણાવાયું,
હાઇકોર્ટ ની ટકોર ને નેતાઓ ગણકારતા નથી,

નેતાઓને પોતાની કોઈ ભૂલ નજરે પડતી જ નથી, સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા નથી દેખાતા નેતાઓ ને

દેવરાજ બુધેલીયા
106 ઉમરાળા ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ભારતિય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મંત્રી અને સાથી નેતાઓની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમયે સોશિયલ ડિસ્ટન્સના કોઈ નિયમોનું પાલન થતું નજરે પડ્યું ન હતું.એટલે કે સોશીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાડી અને નેતાએ કહ્યું કે અમે સોશીયલ ડિસ્ટન્સ નું સંપૂર્ણ પાલન કર્યું છે અને કરતા રહીશું. જ્યારે હકીકત તેને નરી આંખે નજરે ન પડતી હોય તેવું જણાય આવતું હતું. પેટા ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે.જેને લઈ ગઢડા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પટેલ સમાજની વાડી ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, વિભાવરી બેન દવે, પ્રવકતા મહેશ કશવાલા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સહિત ભાવનગર અને બોટાદ ના ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.જ્યાં આ ગઢડા પેટા ચૂંટણીના ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોના ના નિયમોનું હકીકતમાં પાલન ન થતું હોય એટલે કે નિયમો નું ઉલ્લંઘન થતું નજરે પડ્યું હતું. નેતાઓને હાઇકોર્ટની વારંવાર ફટકાર બાદ પણ નેતાઓ હજુ સુધાર્યા નથી તેવું કહેવું ખોટું નથી.

કેમેરા માં કેદ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર્યકરો ખુરશી પર એકદમ નજીક બેઠા છે જ્યારે “દો ગજ કિ દુરી” ક્યાંય જોવા મળી ન હતી.તેમજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નાસ્તા ના સમયે પણ સોશીયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું.તો બીજી તરફ આ બાબતે ગોરધન ઝડફિયાએ મીડિયાને કહ્યું કે અમે સોશીયલ ડિસ્ટન્સ નું સંપૂર્ણ પાલન કર્યું છે અને આગામી દિવસોમાં પણ સોસીયલ ડિસ્ટન્સ ના નિયમોનું પાલન કરતા રહીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here