મોબાઇલ જ પાઠશાળા બની ગઇ છે તેવા તબક્કે ઓનલાઇન એજ્યુકેશન બાદ હવે વાલી અને સ્કૂલ સંચાલકોની કસોટી


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સહિત સમગ્ર ગુજરાતમાં સરકારી સહિત તમામ સ્કૂલો બંધ છે તેમ છતા વિદ્યાર્થીઓનું વર્ષ અને શિક્ષણ બગડે નહીં તે માટે ઓનલાઇન એજ્યુકેશન ફરજીયાત કરી દેવામાં આવ્યું છે અને વિવિધ માધ્યમોથી વિદ્યાર્થીઓના ત્રણ મહિના સુધી અભ્યાસક્રમ મુજબ શિક્ષકો દ્વારા ભણાવવામાં આવ્યા છે હવે જ્યારે પ્રથમ વાર્ષિક પરીક્ષાનો સમય છે ત્યારે ઓનલાઇન પ્રશ્નપત્ર વાલીઓના વોટ્સએપ ગૃ્રપમાં મોકલી આપીને તેની ઉત્તરવાહી વિદ્યાર્થી લખે તથા નિયત સમયે વાલી તે જમા કરાવી જાય તેવી સુચના સ્કૂલ સંચાલકો દ્વારા આપવામાં આવી છે એટલે હાલ સ્કૂલો બંધ હોવા છતા પ્રથમ વાર્ષિક પરીક્ષાની મોસમ ચાલી રહી છે. જીવલેણ અને અતિચેપી કોરોના વાયરસના દેશમાં પ્રવેશની સાથે જ પહેલી અસર શિક્ષણ ઉપર પડી હતી અને માર્ચ માસના અંતભાગમાં કે જ્યારે બોર્ડની પરીક્ષા અંતિમચરણોમાં હતી ત્યારે જ તમામ શાળા-કોલેજો બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો આ સ્કૂલો બંધ થઇ ત્યારથી જ વિદ્યાર્થીઓનું વેકેશન શરૂ થઇ ગયું હતું.

ગત શૈક્ષણિક વર્ષની વાર્ષિક પરીક્ષા પણ લેવાઇ શકી ન હતી જેથી બોર્ડ સીવાસના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યા હતા જેને લઇને એક બાજુ કોરોનાનો કહેર હોવા છતા વિદ્યાર્થીઓ હરખાયા હતા. ઉનાળું વેકેશન બાદ સ્કૂલો તો બંધ જ રહી પરંતુ ઓનલાઇન એજ્યુકેશન શરૂ થયું હતુ. સરકારી તથા ખાનગી તમામ સ્કૂલ દ્વારા પોતાના વિદ્યાર્થીઓને ઓનલાઇન લર્નીંગ કરાવવામાં આવી રહ્યું છે બાયસેગ, યુટયુબ, ડીડી ગીરનાર જેવા માધ્યમો દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે જ્યારે ખાનગી સ્કૂલ દ્વારા પોતાના શિક્ષકો દ્વારા ઓનલાઇન વિવિધ એપ્લીકેશન મારફતે લેક્ચર લેવામાં આવી રહ્યા છે. કેટલીક સ્કૂલો દ્વારા જે તે પ્રકરણ અથવા પાઠનો વિડીયો બનાવીને વોટ્સએપ મારફતે વાલીઓને મોકલવામાં આવી રહ્યા છે. હાલ મોબાઇલ જ વિદ્યાર્થીઓ માટે પાઠશાળા બની ગઇ છે ત્યારે હવે પ્રથમ વાર્ષિક પરીક્ષાનો સમય આવી ગયો છે. શૈક્ષણિક સત્ર શરૂ થયે ત્રણ મહિના પુર્ણ થઇ ગયા છે જેને લઇને તમામ સ્કૂલો દ્વારા પ્રથમ વાર્ષિક કસોટી પણ લેવામાંનું આયોજન પણ કર્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here