આજે છ ગામના ખેડૂતો ભેગા થયા, અમે પશુ પ્રાણીના ત્રાસે વાડીએ જઈ શકતા નથી, દીપડા અને રોઝના ત્રાસે અમારું જીવવું હરામ થયું છે, ખેડૂતોનો બળાપો, અન્નદાતાઓની હાલત દયાજનક

વિશાલ સાગઠિયા
આ દેશનો ખેડૂત સૌથી કપરી સ્થિતિ માંથી પસાર થઈ રહ્યો છે ક્યાંક અપૂરતી લાઈટ, અપૂરતા ભાવો, નિષ્ફળ પાકો, અથવાતો પશુ રોઝોના ત્રાસે આ દેશના ખેડૂતોની હાલત ખરાબ કરી નાખી છે એમ કહેવાય કે બરબાદી તરફ ધકેલી દીધા છે તે વાસ્તવિકતા છે ગતિશીલ અને ડિજિટલનો બુમો ભલ પડે.. આમતો ગુજરાત મોડેલની વાતો કરતાં નેતાઓ થાકતા નથી ગુજરાતના વિકાસની ગુલબાંગો હાંકતા નેતાઓએ એકવાર ડોકિયું કરવાની જરૂર છે આઝાદીના ૭૨ વર્ષ પછી આ દેશનો ખેડૂત ચારેકોર પીસાઈ રહો છે તે હકીકત છે પાલીતાણા પંથકમાં દીપડા અને સિંહોની સંખ્યામાં વધારો થવાના કારણે પાલીતાણાના જાળીયા માનાજી હસ્તગીરી જાળીયા મુડકીધાર રોહીશાળા ડુંગરપુર જીવાપુર કંજરડા, અને દેદરડા સહિતના ગામમાં સિંહ અને દીપડાઓનો ત્રાસ વધી ગયો છે અવારનવાર દીપડાઓ તેમજ સિંહ વાડી વિસ્તાર તેમજ ગામોમાં આવી પશુ નું મારણ કરતા હોઈ છે તેમજ લોકો ને પણ ઈજાઓ પહોચાડતા હોય છે ત્યારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે જેને લઇ આ ગામોના ખેડૂતોએ સિંહ અને દીપડા અને રોજના ત્રાસ અંગે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઇ પાલીતાણા ફોરેસ્ટ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ફોરેસ્ટ વિભાગ દ્વારા જલ્દી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી