
શહેરમાં ચોમેર આંનદ, છેલ્લા ઘણા સમયથી ખાલીખમ અને સુક્કુ ભઠ્ઠ થયેલ ગૌતમેશ્વર તળાવમાં નવાનીરની આવક
ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદી ઝાપટાના કારણે ગૌતમેશ્વર સપાટીમાં નોંધપાત્ર વધારો, જળાશયોના તળ ઉંચા આવશે ની આશાઓ જીવંત બની
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરનો જીવ સમા ગૌતમેશ્વર તળાવમાં ગઇરાત્રે થયેલા ઉપરવાસના સારા વરસાદને કારણે ચાર થી પાંચ ફૂટ નવા નીરની આવક થવા પામી છે જેને લઈ શહેરમાં ચોમેર આંનદ છવાયો છે છેલ્લા કેટલાક સમયથી કોરાધાકોર રહેલા બાદ આ વર્ષે સિહોર અને પંથકમાં મેઘરાજા મહેરબાન થતા ગૌતમેશ્વર તળાવની આવકમાં શરૂ થતાં રાહતની લાગણી જન્મી છે ગઇરાત્રે સિહોર તાલુકાના કાજાવદર, જાંબાળા, સર સહિતના ગામોમાં સારો વરસાદ થતાં ગૌતમેશ્વર તળાવમાં નવા નીર આવ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે તળાવમાં ચારથી પાંચ ફૂટ નવા નીર આવતા તળાવની કુલ સપાટી ૧૫ ફૂટથી વધુએ પહોંચી છે. અને મોડી સાંજે પણ ધીમી ધીમી આવક ચાલુ હોવાનું સૂત્રો કહી રહ્યા છે જેને કારણે સિહોરવાસી ઓમાં આનંદની લાગણી પ્રસરી હતી જોકે સંભવિત હવે પછીનો વરસાદી રાઉન્ડ સારો આવે તો ગૌતમેશ્વર ઓવરફ્લો થવાના એંધાણ હાલ દેખાઈ રહ્યા છે અને જમીનના તળ ઉંચા આવવાની આશા જીવંત બની છે