ભાલ બેહાલ: ભાલ પંથકની ફરી ભયંકર સ્થિતિ, એક જ મહિનામાં બીજીવાર તારાજી

સલીમ બરફવાળા
આ વર્ષની સિઝનમાં સમગ્ર જિલ્લા.આ મેઘરાજા મન મુકીને વરસ્યા છે પરંતુ ક્યાંક ક્યાંક મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું, ભાલ વિસ્તારમાં આજથી એક મહિના પહેલા જે વરસાદી તારાજી જોવા મળી હતી તેને લઈને કાળા માથાનો માનવી કુદરત સામે લાચાર બની ગયો છે, ફરી એક મહિના બાદ એક તારીખના દિવસોમાં ફરી મેઘરાજાએ તાંડવ શરુ કર્યું હોય તેમ લાગે છે ત્યારે લોકો કહી રહ્યા છે કે “ મેઘરાજા હવે ખમૈયા કરો”. જીલ્લામાં આમતો તમામ તાલુકાઓમાં મેઘરાજા મન મૂકી ને વરસ્યા છે, પાછલા વર્ષોની જો વાત કરીએ તો વલ્લભીપુર અને ભાલ પંથકમાં ખુબ જ ઓછો વરસાદ હતો પરંતુ ગત મહિનાની અંત થી દસ તારીખમાં વલ્લભીપુર અને ઉમરાળા પંથકમાં પડેલ ભારે વરસાદના કારણે વલ્લભીપુર પંથકની નદીઓમાં પુરના કારણે ભાલ વિસ્તારના ગામડાઓમાં પાણી ઘુસ્યા હતા, બરોબર એક મહિના બાદ ફરી વલ્લભીપુરમાં ભારે વરસાદ ખાબકતા ઘેલો નદીમાં પુરની પરીસ્થીતી ઉભી થઈ છે અને ઘેલોનું પાણી ધીમે ધીમે ભાલ વિસ્તારમાં પ્રસરી રહ્યું છે,ભાલ પંથકના માઢીયાથી દેવળિયા જવાના રસ્તા પર ઘેલો નદીના પાણી ફરી વળવાના કારણે હાલ દેવળિયા, પાળીયાદ, રાજપરા ભાલ, રાજપીપળા સહિતના ગામોમાં આવવા જવાના રસ્તાઓ હાલ બંધ થઇ જતા લોકોએ છેક ચામરડી થઈ ફરીને આવવાની ફરજ પડી રહી છે, જો કે નદીમાં પુરના પાણી આવી જવા છતાં પણ અહીના સ્થાનિકો જીવના જોખમે પાણી માંથી પસાર થતા નજરે પડે છે જો કે સ્થાનિકોના મતે હજુ પાણીની આવક ધીમે ધીમે શરુ છે હજુ પાણી વધવાની શક્યતાઓ છે અને જો વધુ વરસાદ પડશે તે એક મહિના પહેલા થઈ તેના કરતા વધુ તારાજી થઇ શકે છે.