ગઈરાત્રીના સર્જાયેલ અકસ્માતમાં નેસડા ગામના આધેડે જીવ ગુમાવ્યો

દેવરાજ બુધેલીયા
સિહોર ખાખરીયા ગામના પાટિયા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે ગઈકાલે રવિવારે રાત્રીના સમયે સિહોરના ભાવનગર રોડ પર આવેલ ખાખરિયા ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઇજાગ્રસ્તને સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ૧૦૮ મારફત ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે ઇજા પામનાર ગોવિંદભાઈ ને મૃત જાહેર કર્યા હતા મરણજનાર ગોવિંદભાઈ બેચરભાઈ સોલંકી ઉ.૫૦ જેઓ નેસડા ગામના રહેવાસી છે કોઈ કામ અર્થે ખાખરીયા ગામના હાઇવે પરથી પસાર થતા હતા તે વેળાએ કરુણ ઘટના બની હતી અને જેમાં ગોવિંદભાઇ ને જીવ ખોવાનો વારો આવ્યો હતો રાત્રીના સમયે બનાવને લઈ થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો જોકે જવાબદાર તંત્ર સ્થળ પર પોહચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here