બે અલગ અલગ જગ્યાઓ પર ક્રાઇમ બ્રાંચની રેડ, ત્રણ ઝડપાયા, પોણા ચાર લાખનો મુદ્દામાલ જપ્ત

શંખનાદ કાર્યાલય
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂ અને વિદેશ દારૂની ક્રાઇમ બ્રાન્ચ ટિમ વોચમાં હતી તે દરમિયાન ચિત્રા જી.આઇ.ડી.સી. મસ્તરામ બાપા મંદિર પાસે આવતા અંગત બાતમીદાર મારફતે એવી હકિકત મળેલ કે (૧) વિશ્વજીતસિંહ ઉર્ફે વિસુ હિતન્દ્રસિંહ જાડેજા રહે. ભાવનગર કર્મચારીનગર ફુલસર પ્લોટ નં-૧૪૩ (ર) હરપાલસિંહ ઉર્ફે ભાલ કનકસિંહ ચુડાસમા રહે. આખલોલ જગાત નાકા મહાદેવનગર ટોયોટો શો રૂમ પાછળ ભાવનગર વાળા પોતાના કબ્જાની મારૂતિ ઇકો કાર GJ -04-CJ-9873 માં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને ચિત્રા જી.આઇ.ડી.સી. રજવાડી પાન વાળો ખાંચો ગણેશ વે બ્રીજ સામેના ભાગે ઉતારવાનો છે. જે હકીકત આઘારે સદરહું જગ્યા ઉપર વોચમાં ગોઠવાય ગયેલ તે દરમ્યાન બાતમી વાળી મારૂતિ ઇકો આવતા તેને રોકી તેમાં થી ભારતીયા બનાવટનો એપીસોડ વ્હિસ્કી પેટીનંગ-૧૦ બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૩૬,૦૦૦/- નો મળી આવતા મારૂતિ ઇકો તથા મોબાઇલ સહીત કુલ રૂ. ૨,૯૧,૦૦૦/- ના મુદામાલ ઝડપી લઈ કાર્યવાહી શરૂ કરી છે બીજી રેડ તળાજા તાલુકાના ભારોલી ગામેરહેતા સંજયસિંહ ઉર્ફે લાલો ગટુભા ગોહિલ રહે. ભારોલી વાળાની વાડીએ ભારતીય બનાવટના દારૂના જથ્થા અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યાન મજકુર સંજયસિંહ ઉર્ફે લાલો ગટુભા ગોહિલ રહે. ભારોલી વાળા હાજર મળી આવતા તેના કબ્જા માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો એપીસોડ વ્હિસ્કી બોટલ નંગ ૨૬૪ પેટી નંગ-૨૨ કિ.રૂ. ૭૯,૨૦૦/- તથથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- નો મુદામાલ મળી આવ્યો છે જેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here